Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ડેનમાર્કમાં પીએમ મોદીએ આપ્યો ‘ચલો ઈન્ડિયા’નો નારો: કહ્યું - 5 વિદેશી મિત્રોને ભારત દર્શન માટે મોકલો

વડાપ્રધાન મોદીએ કહ્યું - ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસેન સાથે આજે થયેલી ચર્ચા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસનો આજે બીજો દિવસ છે જેના પગલે મોદી ડેનમાર્કની રાજધાની કોપેનહેગન પહોંચ્યા છે. કોપનહેગનમાં ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિકસેનના આવાસની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ડેનમાર્કના પીએમ પણ હાજર રહ્યા. બંને વચ્ચે વાતચીત પણ થઈ.હતી

વડાપ્રધાન મોદીએ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં બેલા સેન્ટર ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જયથી કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે અહીં જે રીતે મારું સ્વાગત કરવામાં આવ્યું તેના માટે હું દરેકનો આભારી છું. તેમણે કહ્યું કે ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસેન સાથે આજે થયેલી ચર્ચા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

  પીએમ મોદીએ કહ્યું કે ડેનમાર્કના પીએમનું ભારતીયોના દિલમાં સન્માન છે. સંબોધન દરમિયાન અહીં પીએમ ફ્રેડરિકસન હોવું મારા માટે સન્માનની વાત છે. તે જ સમયે, પીએમ મોદીએ તેમના સંબોધનમાં વિદેશી ભારતીયોને કહ્યું કે આજે તમે સંકલ્પ લો કે દર વર્ષે તમે તમારા પાંચ બિન-ભારતીય મિત્રોને ભારત મોકલશો.

પીએમએ ભારતીય સમુદાયને ‘ચલો ઈન્ડિયા’ પહેલનો નારો આપ્યો અને કહ્યું કે, આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. જો તમે માનતા હોવ, તો હું તમને કહું વિશ્વમાં રહેતા તમામ દેશવાસીઓને વિનંતી કરું છું કે તમે દર વર્ષે 5 બિનભારતીય મિત્રોને ભારતની મુલાકાતે મોકલી શકો છો.

(12:20 am IST)