Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

IPL -2022 : પંજાબે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું :ધવને શાનદાર 65 રન ફટકારી ટીમને જીતના શિખરે પહોંચાડી

પંજાબને જીતવા 144 રનનો ટાર્ગેટ આપ્યો જેના જવાબમાં 16 ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડ્યો : લિયામ લિવિંગસ્ટોને આક્રમક ઈનિંગ :10 બોલમાં જ 30 રન ફટકાર્

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં આજે પોઈન્ટ ટેબલની ટોચની ટીમ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ટાઈટન્સ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં માત્ર 143 રન બનાવ્યા હતા પરિણામે પંજાબને જીતવા 144 રનનો ટાર્ગેટ આપ્યો જેના જવાબમાં 16 ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડ્યો હતો. આ વિજયથી પંજબના 10 પોઈન્ટ થઈ ગયા છે જેના પગલે હવે પ્લે ઓફમાં એન્ટ્રી માટે કાંટેની ટક્કર જોવા મળી શકે છે.
પંજાબ તરફથી શિખર ધવને 65 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. આ સાથે ધવને આઈપીએલમાં 47મી ફિફ્ટી ફટકારી છે. બીજી બાજુ લિયામ લિવિંગસ્ટોને આક્રમક ઈનિંગ રમી હતી 10 બોલમાં જ 30 રન ફટકાર્યા હતો. ગુજરાત ટાઈટન્સની આ સિઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
આઈપીએલની ટોપ ટીમની આજે બેટિંગ ડામાડોળ થઈ ગઈ હતી. સાઈ સુદર્શન સિવાય પંજાબના બોલરો સામે ટાઈટન્સના તમામ બેટરો ફ્લોપ રહ્યા હતા એટલું જ નહીં બોલરો વિકેટો માટે પણ તરસ્યા હતા. રબાડાના ખાતામાં સૌથી વધુ 4 વિકેટ આવી.
 
 
 
 

 

(11:57 pm IST)