Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

લાઉડ સ્પીકર વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એક્શનમાં :મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા જાળવવા કોઈ મંજૂરીની રાહ નહિ જોવા સૂચના

સીએમ ઠાકરેએ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ પદ્ધતિઓ અપનાવવા અને કોઈની રાહ ન જોવાનો આદેશ આપ્યો

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો મુદ્દો જોર પકડી રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોલીસને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈની પરવાનગીની રાહ ન જુઓ. ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલ સાથેની બેઠક દરમિયાન, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન સીએમ ઠાકરેએ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ પદ્ધતિઓ અપનાવવા અને કોઈની રાહ ન જોવાનો આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર પોલીસના મહાનિર્દેશક રજનીશ સેઠ સાથે ફોન પર વાતચીત કરીને કાયદો અને વ્યવસ્થા ચુસ્ત રાખવા સૂચના આપી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુપ્તચર અહેવાલ મુજબ અન્ય રાજ્યોના લોકો મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી શકે છે અને ત્યાંની કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. મહારાષ્ટ્રના ડીજીપીને રાજ્યના 15,000થી વધુ લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન DGP રજનીશ સેઠે કહ્યું કે રાજ્ય પોલીસ કોઈપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ અને હોમગાર્ડની ટીમ મોકલવામાં આવી છે. આ સાથે તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે મોટી સંખ્યામાં નોટિસ જાહેર કરી છે. 15 હજારથી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 
 
 
 
 

 

(9:54 pm IST)