Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સોનૂ નિગમે ભાષા વિવાદમાં ઝુકાવ્યું :કહ્યું - બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા: જેને જે બોલવું હશે તે બોલશે

સોનૂ નિગમે કહ્યું છે કે, તમારા બાકીના દેશો કરતા અહીં ડખ્ખા ઓછા છે, જે પોતાના જ દેશમાં અડંગા લગાવી રહ્યા છે ?

મુંબઈ : રાષ્ટ્રીય ભાષાને લઈને ઉભા થયેલા વિવાદ પર ગાયક સોનૂ નિગમે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સોનૂ નિગમે કહ્યું છે કે, તમારા બાકીના દેશો કરતા અહીં ડખ્ખા ઓછા છે, જે પોતાના જ દેશમાં અડંગા લગાવી રહ્યા છે ? સોનૂ નિગમે એવું પણ કહ્યું કે, એવું ક્યાંય નથી લખ્યું કે, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે

હાલમાં જ એક કાર્યક્રમમાં સામેલ થતાં સોનૂ નિગમને પૂછવામાં આવ્યું હતું કે, હિન્દીને લઈને વિવાદ ઉભો થયો છે, હિન્દીને રાષ્ટ્રીય ભાષા કહી રહ્યા છે ? 32 ભાષામાં ગાઈ ચુક્યા છો. આપનું શું કહેવું છે ? તેના પર સોનૂ નિગમે કહ્યું કે, મને નથી લાગતું કે, ક્યાંય પણ સંવિધાનમાં એવું લખ્યું છે કે, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. હિન્દી સૌથી વધારે બોલવામાં આવતી ભાષા હોય શકે છે. 

સોનૂ નિગમે કહ્યું કે, તમિલને સૌથી વધારે જૂની ભાષા કહેવામાં આવે છે. તમિલ અને સંસ્કૃતમાં તેને લઈને ચર્ચાઓ થાય છે. લોકોનું તો એવું પણ કહેવું છે કે, તમિલ ભાષા દુનિયાની સૌથી જૂની ભાષા છે. તમારા બાકીના દેશો કરતા ઓછા ડખ્ખા છે, જે પોતાના જ દેશના અડંગા લગાવી રહ્યા છો ? આ બધું શા માટે કરી રહ્યા છો ? જેને જે બોલવું હશે તે બોલશે. તેમાં શું વાંધો છે ?

 

સોનૂ નિગમે કહ્યું કે, આપણે ત્યાં કોર્ટનો જજમેંટ અંગ્રેજીમાં થાય છે. ફ્લાઈટમાં જઈએ છીએ તો, અંગ્રેજીમાં વાતચીત થાય છે. તે લોકો મારી સાથે હિન્દીમાં વાત જ નથી કરતા. કોઈના પર કંઈ પણ થોપી દેવું સારી બાબત નથી. અંગ્રેજી પણ હવે આપણા જીવનનો ભાગ બની ગઈ છે. આમેય પણ ઘણા ડખ્ખા ચાલી રહ્યા છે, હવે વધું એક ડખ્ખો નથી ઉભો કરવો. 

 તમિલ એક્ટર કિચ્ચા સુદીપે હિન્દી પર કરેલી કમેન્ટ બાદ અજય દેવગને જવાબ આપતા હિન્દીને રાષ્ટ્રીય ભાષા ગણાવી હતી. જે બાદ તેના પર ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. મનોજ વાજપેયી, રામગોપાલ વર્મા અને હંસલ મહેતા જેવા કેટલાય અભિનેતા અને ફિલ્મ્મેકર તેને લઈને પોતાની વાત રાખી ચુક્યા છે. 

અહીં ઉલ્લેખનીય છે કે, અજય દેવગને કિચ્ચા સુદીપને જવાબ આપતા ટ્વિટર પર લખ્યું હતું કે, ભાઈ, જો આપના અનુસાર હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો આપ અમારી માતૃભાષામાં બનેલી ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો ? હિન્દી અમારી માતૃભાષા છે અને અમારી રાષ્ટ્રભાષા છે અને રહેશે. જન ગણ મન .

(9:46 pm IST)