Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કાલે લાઉડસ્પીકર પર અઝાન થઈ તો હનુમાનચાલીસા પણ થશે- રાજ ઠાકરેની મોટી જાહેરાત

મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ પૂરુ :મનસે ચીફ રાજ ઠાકરેએ હવે મોટી ચેતવણી આપી

મુંબઈ :મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકરને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મનસેના વડા રાજ ઠાકરેએ મંગળવારે મોડી સાંજે જાહેરાત કરી છે કે જો આવતીકાલે એટલે કે 4 મે મસ્જિદોની બહાર અઝાન હશે તો ત્યાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે.રાજ ઠાકરેએ 4 મે સુધી મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી

રાજ ઠાકરે દ્વારા જારી કરવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવતી કાલે (4 મે) તમારે તે તમામ જગ્યાઓ પર હનુમાન ચાલીસા વગાડવી જોઈએ જ્યાં લાઉડ સ્પીકર દ્વારા અઝાન કરવામાં આવે છે. તેમને (મુસ્લિમોને) કહેવું જોઈએ કે  લાઉડસ્પીકરથી કેવી તકલીફો પડે છે. તેમણે કહ્યું કે લાઉડ સ્પીકર ધાર્મિક નહીં એક  સામાજિક મુદ્દો છે. અમે દેશની શાંતિને ખલેલ પહોંચાડવા માંગતા નથી. અમે કોઇ રમખાણો નથી ઇચ્છતા, પરંતુ લાઉડસ્પીકર પર ધ્યાન નહીં આપવામાં આવે તો અમે પણ આ મુદ્દે અડગ રહીશું. છેલ્લે રાજ ઠાકરેએ પત્રમાં લખ્યું હતું કે, "સમાજ પ્રત્યેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, હું તેમનું સ્વાગત કરું છું જેમણે મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર ઉતારવાનો નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે ત્યાં આ વિસ્તારના લોકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

(9:38 pm IST)