Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

‘‘જરૂરી કામ’’ હોવાનું કહીને રજા લીધા બાદ કોંગ્રેસ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયેલ મધ્‍યપ્રદેશના બરવાની જીલ્‍લાની શાળાના શિક્ષક સસ્‍પેન્‍ડ

મધ્‍યપ્રદેશ કોંગ્રેસ સમિતીએ શિવરાજસિંહ ચૌહાણ ઉપર નિશાન સાધ્‍યુ

નવી દિલ્‍હી, તા.૩, મધ્‍યપ્રદેશના શિક્ષકને કોંગ્રેસના રાહુલ ગાંધીની ‘‘ભારત જોડો’’ યાત્રામાં જોડાતા તેને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે.

મળતી માહિતી મુજબ આદિજાતિ બાબતોના વિભાગના આસિસ્ટન્ટ કમિશનર એનએસ રઘુવંશીએ જણાવ્યું હતું કે બરવાની જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશ કન્નોજે 24 નવેમ્બરે “જરૂરી કામ” હોવાનું કહીને રજા લીધી હતી.

તેમનું કહેવું છે કે બાદમાં જ્યારે ભારત જોડો યાત્રામાં ભાગ લેનાર કન્નોજનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે સરકારે તેની નોંધ લીધી અને તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

જોકે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિએ શિક્ષકને સસ્પેન્ડ કરવાને લઈને શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું છે.

પાર્ટીના પ્રવક્તા કેકે મિશ્રાએ ટ્વીટ કર્યું, “શિવરાજ સિંહ ચૌહાણની સરકારે જેણે સરકારી આદેશ જારી કર્યો છે કે “કર્મચારીઓ આરએસએસ શાખામાં ભાગ લઈ શકશે”, યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને તીર આપનાર બરવાણી સમાજના સરકારી શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. ”

કન્નોજે જ સભામાં રાહુલ ગાંધીને ધનુષ અને તીર સોંપ્યું હતું, જે આદિવાસીઓનું પરંપરાગત શસ્ત્ર છે.

(9:55 pm IST)