Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

દેશમાં હોટેલ ચેઇન ધરાવતા કંપની ‘ઓયો” છે ટેકનૉલોજિ અને પ્રોડક્ટ એકમોમાંથી 600 કર્મચારીઓને કાઢી મુકાયા સેલ્સમાં 250કર્મચારીઓની ભરતી કરવાની યોજના

કંપનીના કર્મચારીની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થશે

દેશમાં હોટલ ચેન ધરાવતી કંપની ઓયોએ પોતાના કર્મચારીની સંખ્યામાં ફેરબદલ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ટેકનોલોજી અને પ્રોડક્ટ એકમમાંથી 600 કર્મચારીઓને કાઢવા અને સેલ્સમાં 250 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી છે. આ નિર્ણય કંપની તરફથી કેટલાક પ્રોજેક્ટને બંધ અને એકમનું વિલય કર્યા બાદ લેવામાં આવ્યો છે.

ઓયો તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ કંપની પ્રોડક્ટ, એન્જિનિયરિંગ, કૉર્પોરેટ ઓફિસ અને ઓયો વેકેશન હોમ્સ ટીમને નાની કરવામાં આવી છે. કંપની દ્વારા પાર્ટનર રિલેશનશિપ મેનેજમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ કારણે 600 કર્મચારીઓને કંપનીમાંથી છુટા કરવામાં આવશે અને 250 કર્મચારીઓને નોકરી આપવામાં આવશએ. કંપનીમાં કર્મચારીની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થશે. OYO કંપનીમાં 3700 કર્મચારી કામ કરે છે.

(8:37 pm IST)