Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

TMC સાંસદ અભિષેક બેનર્જીની જાહેર સભા પહેલા બ્‍લાસ્‍ટ, ૩ના મોતઃ ૨ ગંભીર

કોલકત્તા, તા.૩: પશ્‍ચિમ બંગાળમાં ટીએમસી બુથ પ્રમુખના ઘરે થયેલા બ્‍લાસ્‍ટમાં ત્રણ લોકોના મોત અને બે લોકો ઘાયલ થવાના સમાચાર છે. બ્‍લાસ્‍ટ એટલો જોરદાર હતો કે બુથ પ્રમુખનું ઘર જ આખુ પડી ગયુ હતું. પૂર્વ મેદિનીપુર જિલ્લાના અર્જુન નગર વિસ્‍તારમાં તળણમૂલ કોંગ્રેસના બૂથ અધ્‍યક્ષ રાજકુમાર મન્નાના ઘરે શુક્રવારે મોડી રાત્રે વિસ્‍ફોટ થયો હતો. આ અકસ્‍માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્‍યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ત્રણેય મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યા હતા જ્‍યારે બંને ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંઠીમાં આજે  TMCના રાષ્‍ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની જાહેર સભા હતી અને સભા પહેલા શુક્રવારે મોડી રાત્રે ટીએમસીના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્‍ફોટ થયો હતો. આ અકસ્‍માતમાં બૂથ પ્રમુખ રાજકુમાર મન્ના સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્‍યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્‍ફોટનો અવાજ સાંભળીને લોકો ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. તેમણે ભૂપતિનગર પોલીસ સ્‍ટેશનને આ અંગે માહિતગાર કર્યા હતા.

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. પોલીસે જણાવ્‍યું કે આ અકસ્‍માતમાં ત્રણ લોકોના મોત થયા છે, પરંતુ અન્‍ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્‍યે પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના અર્જુન નગર ગ્રામ પંચાયતના નરાયબિલા ગામમાં બની હતી. માર્યા ગયેલા લોકોમાં રાજકુમાર મન્ના, તેના ભાઈ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયનનો સમાવેશ થાય છે. રાજકુમાર મન્ના વિસ્‍તારના તળણમૂલ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે જાણીતા હતા. તળણમૂલ નેતાના ભાઈ દેવકુમાર ગાયન છે. અકસ્‍માતની તપાસ કરવામાં આવી રહી છે.

(3:18 pm IST)