Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કાનના સૌથી લાંબા વાળ માટે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડસમાં સ્‍થાન મેળવ્‍યું રિટાયર્ડ હેડમાસ્‍ટરે

ચેન્‍નાઇ, તા.૩: તામિલનાડુમાં એક નિવળત્ત હેડમાસ્‍ટરે કાનના સૌથી લાંબા વાળ ધરાવવા બદલ ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‌સમાં સ્‍થાન મેળવ્‍યું છે. ઍન્‍થની વિક્‍ટર નામના આ નિવળત્ત હેડમાસ્‍ટરના કાનના વાળની લંબાઈ ૧૮.૧ સેન્‍ટિમીટર (૭.૧૨ ઇંચ) છે. મદુરાઈના ભૂતપૂર્વ ટીચરે ૨૦૦૭માં ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડસમાં સૌથી લાંબા કાનના વાળ માટે સ્‍થાન મેળવ્‍યું હતું અને ત્‍યાર બાદ હજી સુધી કોઈએ આ રેકૉર્ડ બ્રેક નથી કર્યો.

વિદ્યાર્થીઓ દ્વારા કાનના વાળવાળા શિક્ષકના હુલામણા નામે ઓળખાતા ઍન્‍થની વિક્‍ટરના બહારના કાનના મધ્‍ય ભાગમાંથી વાળ ફૂટી રહ્યા હોવાનું ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‍સમાં જણાવાયું છે. સતત ૧૫ વર્ષ સુધી આ રેકૉર્ડ ઍન્‍થની વિક્‍ટરના નામે કાયમ રહ્યો હોવાથી તેઓ ફરી એક વાર ૨૦૨૩માં ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડસમાં સ્‍થાન પામશે.

બિનજરૂરી કે સૌથી વધુ ખરાબ મનાતા કાનના વાળ વાસ્‍તવમાં શરીરના સંવેદનાત્‍મક અંગ માટે ફાયદાકારક છે અને એ માનવશરીરના સ્‍ટેબિલાઇઝર તરીકે કામ કરે છે. નાકના વાળની જેમ જ કાનના વાળ પણ કાનને નુકસાન પહોંચાડનારા જંતુઓ, ચેપ અને કચરા સામે સંરક્ષણ પ્રદાન કરે છે.

(3:18 pm IST)