Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

તામિલનાડુમાં મંદિરની અંદર મોબાઇલ લઇ જઇ નહિ શકાયઃ હાઇકોર્ટનો પ્રતિબંધ

ચેન્‍નાઇ, તા.૩: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકયો છે. કોર્ટે કહ્યું કે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું પગલું પૂજા સ્‍થાનોની પવિત્રતા જાળવવા માટે છે.

લોકોને અસુવિધાથી બચાવવા માટે કોર્ટે કહ્યું કે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકર લગાવવા જોઈએ. આ આદેશનું પાલન સુનિશ્‍ચિત કરવા માટે સુરક્ષા કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવશે.

(11:49 am IST)