Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

હિન્‍દુઓ મુસ્‍લિમોની ફોર્મ્‍યુલા અપનાવેઃ ૧૮ વર્ષની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરો ખેતી સારી

મુસ્‍લિમ સાંસદે હદ વટાવી : હિન્‍દુઓ વસ્‍તી વધારવા મુસ્‍લિમોની ફોર્મ્‍યુલા અપનાવે

નવી દિલ્‍હી, તા.૩: આસામના નેતા બદરુદ્દીન અઝમલે કહ્યું છે કે, હિન્‍દુઓએ મુલસમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ. તેમણે કહ્યું છે કે, હિન્‍દુઓએ પોતાની વસ્‍તી વધારવા માટે મુસ્‍લિમોની નવી દિલ્‍હીઃ આસામના નેતા બદરુદ્દીન અઝમલે કહ્યું છે કે, હિન્‍દુઓએ મુલસમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ. તેમણે કહ્યું છે કે, હિન્‍દુઓએ પોતાની વસ્‍તી વધારવા માટે મુસ્‍લિમોની ફોર્મ્‍યુલા અપનાવવી જોઈએ.

અઝમલે કહ્યું કે, અમારા સમુદાયમાં છોકરીઓના લગ્ન ૧૮ વર્ષમાં થઈ જાય છે. ભારત સરકાર તેની મંજૂરી આપે છે. છોકરા ૨૨ વર્ષ થતાં જ લગ્ન કરી લે છે. એટલા માટે અમારી વસ્‍તી વધી રહી છે. તેમણે કહ્યું કે, હિન્‍દુઓએ પણ પોતાની દીકરીઓના લગ્ન ૧૮ વર્ષમા કરી દેવા જોઈએ. મુસ્‍લિમોની ફોર્મ્‍યુલા અપનાવવી જોઈએ. વેરાન જમીન પર ખેતી થતી નથી, ફર્ટાઈલ જમીન પર થાય છે.

બદરુદ્દીન અઝમલે કહ્યું કે, મુસ્‍લિમ પુરુષો ૨૦-૨૨ વર્ષમાં લગ્ન કરી લે છે, જ્‍યારે મુસ્‍લિમ છોકરીઓના લગ્ન ૧૮ વર્ષમાં થઈ જાય છે, જે કાયદા દ્વારા નક્કી કરેલી ઉંમર મર્યાદા છે. જ્‍યારે બીજી તરફ હિન્‍દુ ૪૦ વર્ષ પહેલા ૧..૨..૩ ગેરકાયદેસર સંબંધો દ્વારા પત્‍નીઓ રાખતા હોય છે. જેમાં બાળકો થવાં દેતા નથી. ખર્ચાઓ બચાવે છે અને મજા લૂંટી લેતા હોય છે.

બદરુદ્દીન અઝમલે કહ્યું કે, ૪૦ વર્ષ બાદ માતા-પિતાના પ્રેશરમાં, અથવા તો, કયાંક ફસાઈ ગયા હોય તો, એક લગ્ન કરી લેતા હોય છે. તેમણે કહ્યું કે, ૪૦ વર્ષ બાદ બાળક પૈદા કરવાની તાકાત કયાં રહે છે, તો પછી કેવી રીતે બાળકો જન્‍મશે.

AUIDF ચીફે હિન્‍દુઓને મુસ્‍લિમ ફોર્મ્‍યુલા અપનાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, હિન્‍દુઓને પણ પોતાના બાળકોને ૨૦-૨૨ વર્ષમાં લગ્ન કરી દેવા જોઈએ. છોકરીઓના લગ્ન ૧૮-૨૦ વર્ષમાં કરી દેવા જોઈએ, પછી જુઓ આપને ત્‍યાં પણ કેટલાય બાળકો થશે, પણ ખોટા કામ નહીં થાય.

અઝમલના વિવાદીત નિવેદન પર રાજ્‍યની ભાજપ શાખાએ આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપે એમએલએ ડી કલિતાએ અઝમલના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આવી વાહિયાત ટિપ્‍પણી આપવાથી દૂર રહેવુ જોઈએ. જો તેમણે આ બધું કરવું હોય તો, બાંગ્‍લાદેશ જતાં રહે. અહીં આ બધું કરવાની કોઈ જરુર નથી. હિન્‍દુઓ આ સાંખી લેશે નહીં. તમે મુસ્‍લિમ છો અને અમે હિન્‍દુઓ છીએ. આ દેશ ભગવાન રામ અને માતા સીતાનો છે. અહીં બાંગ્‍લાદેશીઓ માટે કોઈ જગ્‍યા નથી. અમારે મુસ્‍લિમો પાસેથી કંઈ શિખવાની જરુર નથી.

(11:47 am IST)