Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એમ્બેસી પર હુમલો : સુરક્ષા અધિકારી થયા ઇજાગ્રસ્ત

દૂતાવાસએ કહ્યું -પ્રમુખ ઉબૈદ-ઉર-રહેમાનને નિશાનો બનાવવાની કોશિશ કરાઈ જોકે, તેઓ સુરક્ષિત છે

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના એમ્બેસી પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એક સુરક્ષા અધિકારી ઘાયલ થઇ ગયો છે.

દૂતાવાસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રમુખ ઉબૈદ-ઉર-રહેમાનને નિશાનો બનાવવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે, તેઓ સુરક્ષિત છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સરકાર મિશન પ્રમુખની હત્યાની કોશિશ અને કાબૂલમાં દૂતાવાસ પરિસર પર હુમલાની કડક નિંદા કરી છે. અફઘાનિસ્તાનની વચગાળાની સરકારને હુમલાઓની તરત જ તપાસ કરવી જોઈએ, આરોપીઓને પકડવા જોઈએ અને જવાબદારી નક્કી કરીને પાકિસ્તાની રાજદૂતો અને નાગરિકોની સુરક્ષા માટે તરત જ પગલા ભરવા જોઈએ

(9:00 pm IST)