Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

બાયોલોજિકલ ઈ ને કોવિડ-19 રસી કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના માનવ ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી

પાંચ વર્ષથી ઉપરના બાળકો અને પુખ્ત વયના લોકો પર તેના પરીક્ષણ માટે પરવાનગી

નવી દિલ્હી : બાયોલોજિકલ ઈ ને કોવિડ-19 રસી કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના માનવ ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) એ શુક્રવારે જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઉપરના બાળકો અને પુખ્ત વયના લોકો પર તેના પરીક્ષણ માટે પરવાનગી આપવામાં આવી છે. તેમણે એટલુ જણાવ્યું કે, કોર્બવેક્સને બાયોટેકનોલોજી વિભાગ અને તેની પીએસયુ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ (BIRAC)ના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે.

કહેવામાં આવ્યું હતું કે, બાયોલોજીકલ ઈ તેના રસી પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. પહેલા અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના આંકડાની વિષય નિષ્ણાત સમિતિ (SEC) દ્વારા ડેટાની સમીક્ષા કર્યા પછી ભારતના ડ્રગ ઇન્સ્પેક્ટર જનરલએ ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી છે. DBTએ કહ્યું, બાયોલોજીકલ ઈને 1 સપ્ટેમ્બર, 2021ના રોજ કોર્બોવેક્સ રસીના, બાળકો અને પુખ્ત વયના લોકો પર બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો માટે મંજૂરી મળી છે.

બાયોલોજિકલ ઇ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહિમા ડાટલાએ જણાવ્યું હતું કે, મંજૂરી મળ્યા બાદ તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સમક્ષ ફાઇલ કરવામાં મદદ મળશે. અત્યાર સુધી ઝાયડસ કેડિલાની કોવિડ-19 રસી ઝાયકોવ-ડીને દેશમાં 12 થી 18 વર્ષની વયના કિશોરોને રસી લગાવવાની ઈમરજન્સી મંજૂરી દવા નિયમનકાર પાસેથી મંજૂરી મળી છે. જુલાઇમાં, DCGI એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને કોવોવેક્સ રસીના બીજા અને ત્રીજા તબક્કામાં 2 થી 17 વર્ષની વયના બાળકોમાં અમુક પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી.

(12:00 am IST)