Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ઓગસ્ટમાં નિકાસ ૪૫ ટકા વધીને ૩૩.૧૪ અરબ ડોલર પર પહોંચી

એક વર્ષ પહેલા આ જ મહિનામાં ૨૨.૮૩ અરબ ડોલર હતી

નવી દિલ્હી તા. ૩ : દેશમાંથી વિવિધ વસ્તુઓની નિકાસ ઓગસ્ટ મહીના દરમ્યાન એક વર્ષ પહેલા આજ મહિનાની સરખામણીએ ૪૫.૧૭ ટકાના વધારાની સાથે ૩૩.૧૪ અરબ ડોલર પર પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા ઓગસ્ટમાં ૨૨.૮૩ અરબ ડોલરની નિકાસ કરવામાઆવી હતી.

વાણિજય મંત્રાલયનાશરૂઆતી આંકડા મુજબ, ચાલુ નાણાંકીયવર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમ્યાનનિકાસ ૬૬.૯૨ ટકા વધીને ૧૬૩.૬૭ અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા આસમયગાળામાં ૯૮.૦૫ અરબ ડોલરની નિકાસ થઇ હતી. બીજી બાજુ ઓગસ્ટ મહિનામાં આયાત ૫૧.૪૭ ટકા વધીને ૪૭.૦૧ અરબ ડોલર રહી. એક વર્ષ પહેલા આજ મહિનામાં તે ૩૧.૦૩ અરબ ડોલર રહી હતી. આંકડા મુજબ, ચાલુ નાણાંકીયવર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમ્યાનઆયાત ૮૧.૭૫ ટકા વધીને ૨૧૯.૫૪ અરબ ડોલર રહ્યું.

વેપારમાં નુકશાન આ વર્ષે ઓગસ્ટમાં ૧૩.૮૭ અરબ ડોલર રહ્યું જે એક વર્ષ પહેલા આસમયગાળામાં ૮.૨ અરબ ડોલર હતું.

(11:59 am IST)