Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

૧૦૦૦ના બિલ પર મહિલા વેઈટરને આપી ૨.૫ લાખની ટીપ

ગ્રાહકની ઉદારતા જોઈને મહિલા વેઈટર આશ્‍ચર્યચકિત થઈ ગઈ

ન્‍યુયોર્ક, તા.૩: દુનિયામાં અનેક -કારના લોકો રહે છે. જેમાં દિલદાર લોકોની પણ કોઈ કમી નથી. એક કેફેમાં કામ કરતી મહિલા સાથે પણ કંઈક એવુ થયું. કેફેમાં કામ કરતી મહિલા વેઈટર તે સમયે સ્‍તબ્‍ધ થઈ ગઈ જ્‍યારે એક ગ્રાહકે તેણે કયારેય કલ્‍પના પણ ન કરી હોય તેવી ટિપ આપી. ગ્રાહકની ઉદારતા જોઈને મહિલા વેઈટર આ?ર્યચકિત થઈ ગઈ. મહિલાને ૨ લાખથી વધુની ટિપ મળી હતી. જ્‍યારે ટીપ કરતાં ખાવાનું ઘણું જ સસ્‍તું હતું.મારિયાના લેમ્‍બર્ટ નામની મહિલા વેઈટર સ્‍ક્રેન્‍ટન અમેરીકાના પેન્‍સિલવેનિયામાં આલ્‍ફ્રેડોના પિઝા કેફેમાં કામ કરે છે. તેણી તેની શિફ્‌ટમાં આવે છે અને ગ્રાહકોને તેમનું ભોજન પીરસે છે. જ્‍યારે ગ્રાહકો તેમનો ખોરાક ખાય લે છે, ત્‍યારે તેણી તેમને બિલ આપે છે.ગયા મહિને જૂન મહિનામાં એક વ્‍યક્‍તિએ આવીને સ્‍ટ્રોમ્‍બોલી ફૂડનો ઓર્ડર આપ્‍યો હતો. જેનું બિલ ૧૦૩૮ રૂપિયા આવ્‍યું. પરંતુ આ વ્‍યક્‍તિએ ટિપમાં ૨ લાખ ૩૯ હજાર રૂપિયા મારિયાના લેમ્‍બર્ટને આપ્‍યા. મરિયાના લેમ્‍બર્ટે જણાવ્‍યું, જ્‍યારે તેને આ ટિપ મળી તો તે આશ્‍ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું કે તે માણસ તેના હૃદયને સ્‍પર્શી ગયો. તે હજુ પણ માની નથી શકતી કે તેની સાથે આવું બન્‍યું છે. આલ્‍ફ્રેડોના પિઝા કેફેમાં કામ કરતા અન્‍ય કર્મચારીઓ પણ આ વાત પર વિશ્વાસ ન કરી શકયા.

 મહિલા વેઈટરને આપવામાં આવેલ આ ખાસ સરપ્રાઈઝને ‘ટિપ ઓફ જીસસ' મૂવમેન્‍ટ સાથે પણ જોડવામાં આવી રહી છે. ‘ધ ક્રિશ્‍ચિયન પોસ્‍ટ'ના સમાચાર અનુસાર, આ અભિયાન લગભગ ૯ વર્ષ પહેલા શરૂ થયું હતું. તેવી જ રીતે વર્ષ ૨૦૧૫માં પણ એક બારટેન્‍ડર ક્‍લિન્‍ટ સ્‍પોટલેસને રેસ્‍ટોરન્‍ટમાં ૮ લાખ રૂપિયાથી વધુની ટિપ મળી હતી. બિલ ૩૩ હજાર રૂપિયા આવ્‍યું. ત્‍યારે ક્‍લિન્‍ટ એરિઝોના (યુએસએ)ના ફોનિક્‍સમાં ક્રુડો નામની રેસ્‍ટોરન્‍ટમાં કામ કરતા હતા. રિપોર્ટ અનુસાર, ત્‍યારબાદ કથિત રીતે કહેવામાં આવ્‍યું હતું કે આટલી મોટી ટિપ પેપાલના વાઈસ પ્રેસિડેન્‍ટ જેક સેલ્‍બી દ્વારા આપવામાં આવી હતી. જો કે, આવું અનોખું અભિયાન સપ્‍ટેમ્‍બર ૨૦૧૩માં શરૂ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ટિપ આપનાર વ્‍યક્‍તિએ મિશિગન (યુએસએ)ના એક બારમાં ૧૫૦ રૂપિયાની કોફી પીધી. આ વ્‍યક્‍તિ તેની કોલેજમાંથી ફૂટબોલ રમીને આવ્‍યો હતો. આ વ્‍યક્‍તિએ કહ્યું હતું કે તે અને તેના મિત્રો ઉદારતા બતાવવાને કારણે ટિપ્‍સ આપે છે. ત્‍યારબાદ આ લોકો ૨ લાખ ૪૦ હજાર રૂપિયાની ટીપ આપીને ગયા હતા. લગભગ બે મહિના પછી, આ વ્‍યક્‍તિ અને તેના મિત્રોએ ૩૯ લાખ રૂપિયાની ટિપ આપી હતી, જેના પછી આ સમાચાર ઇન્‍ટરનેટ પર ફેલાઈ ગયા હતાં.

(3:57 pm IST)