Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

આગ સાથે રમત કરશો તો દાઝસો: ચીનની ખુલ્લી ધમકીને અવગણી અમેરિકન સંસદના અધ્યક્ષા પેલોસી તાઈવાનના પ્રમુખને મળ્યા

ચીનની ખુલ્લી ધમકીને અવગણીને અમેરીકી સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઇંગ-વેન ને મળ્યા હતા અને ખાત્રી આપી હતી કે અમેરિકા તાઇવાનને એકલું અટુલું છોડી દેશે નહીં. વિશ્વની એક સૌથી મુક્ત સમાજ વ્યવસ્થા ધરાવતા તાઈવાનના મહિલા પ્રમુખની તેમણે પ્રશંસા કરી હતી. દરમિયાન ચીને લશ્કરી કવાયત શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તાઈવાનથી આયાતો ઉપર નિયંત્રણો લાદયા છે

(10:44 am IST)