Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જો જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ શાંત કરવી હોય તો તે રાજ્યને બિહારીઓના હાથમાં સોંપી દેવું જોઈએ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને ગણાવી જવાબદાર :ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આતંકવાદીઓની એક મોટું ષડયંત્ર ગણાવ્યું

નવી દિલ્હી : કાશ્મીરમાં થઇ રહેલા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પર બિહારના પર્વ મુખ્યમંત્રી માંઝીએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને જવાબદાર ગણાવી છે. માંઝીએ કહ્યું કે, તેમણે કેટલાક સમય પહેલા જે વાત કહી હતી, તે સાચુ સાબિત થઇ રહ્યું છે કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આતંકવાદીઓની એક મોટું ષડયંત્ર છે. તેઓ કાશ્મીરી પંડિતોના દિલમાં ડરનો માહોલ ઉભો કરવી શકે જેથી કાશ્મીર ફરી પરત આવીને વસવાનો વિચાર ના કરે. 

માંઝીએ શુક્રવારે ટ્વિટ કરતા લખ્યું કે, અમે પહેલા જ કહ્યું હતું કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ આતંકવાદી ષડયંત્ર છે, જેને બતાવીને કાશ્મીરમાં ડર અને ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરમાં બનતી આતંકવાદી ઘટનાઓએ મારી વાતને સાબિત કરી દીધી.

રાજકીય જાણકારોનું કહેવું છે કે, કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર એવું નિવેદન આપવીને ચર્ચામાં બન્યા રહેવા માગે છે. તેમણે ત્યાંની ગંભીર પરિસ્થિતિઓને બિલકુલ પણ નથી સમજી.

પોતાના ટ્વિટમાં માંઝીએ અજીબ માંગ કરી છે. તેમણે કહ્યું કે, જો જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ શાંત કરવાની છે તો તે રાજ્યને બિહારીઓના હાથમાં સોંપી દેવું જોઈએ, જ્યારબાદ ત્યાં બધુ ઠીક થઇ જશે.

, ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના રિલિઝ થયા બાદ જીતનરામ માંઝીએ 16 માર્ચે ન માત્ર આ ફિલ્મને આતંકવાદી ષડયંત્ર ગણાવી હતી પરંતુ આ ફિલ્મ આખા યૂનિટના સભ્યોનું આતંકવાદી કનેક્શનના પણ તપાસની માંગ કરી હતી. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી ગઈ છે. તો ગુરૂવાર રાત્રે આતંકવાદીઓએ કાશ્મીરના બડગામમાં પ્રવાસી મજૂરો પર ફાયરિંગ કર્યું જેમાં એક બિહારના મજૂરનું મોત થઇ ગયું હતું

(12:39 am IST)