Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

હજ ખર્ચમાં પચાસ ટકાની વૃધ્ધિ : હવે મુસ્લિમ યાત્રાળુઓ ત્રણ લાખથી વધુ ચૂકવશે

આ વર્ષે ભારતમાંથી ૭૯,૨૩૭ મુસ્લિમો હજ પર જઇ શકે છે : જ્યારે વર્ષ ૨૦૧૯માં ૨ લાખ મુસ્લિમ હજયાત્રીઓ હજ પર ગયા હતા : આ વખતે સાઉદી અરેબિયા દેશ-વિદેશ સહિત માત્ર ૧૦ લાખ શ્રધ્ધાળુઓને જ મંજૂરી આપી

નવી દિલ્હી તા. ૩ :  કોરોના મહામારી બાદ બે વર્ષના અઁતરાલ બાદ હજ પર જઈ રહેલા ભારતીય મુસ્લિમો મોઁઘવારીનો સામનો કરી રહ્ના છે. કારણ કે આ વાર્ષિક મુસ્લિમ તીર્થયાત્રા હજનો ખર્ચ ૫૦ ટકા વધી ગયો છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા (ણ્ઘ્ત્), સરકાર સઁચાલિત સઁસ્થા, હજ યાત્રાળુઓ માટે મુસાફરીની વ્યવસ્થા કરે છે. ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ આ વર્ષે ભારતમાઁથી ૭૯,૨૩૭ મુસ્લિમો હજ પર જઈ શકે છે. જયારે વર્ષ ૨૦૧૯માં ૨ લાખ મુસ્લિમ હજયાત્રીઓ હજ પર ગયા હતા. આ વખતે સાઉદી અરેબિયા દેશી અને વિદેશી સહિત માત્ર ૧૦ લાખ ઍટલે કે ૧૦ લાખ શ્રદ્ઘાળુઓને આવવાની મઁજૂરી આપી રહ્નાઁ છે. તમને જણાવી દઈઍ કે છેલ્લા બે વર્ષમાઁ સાઉદી અરેબિયાની સરકારે કોઈ પણ વિદેશીને હજ કરવાની મઁજૂરી આપી નથી.

ડેક્કન હેરાલ્ડ સાથે વાત કરતા કર્ણાટક સ્ટેટ હજ કમિટીના ચેરમેન રૌફુદ્દીન કાચરીવાલેઍ કહ્નાઁ કે તેમના હાથ બઁધાયેલા છે, આ બધુઁ સાઉદી અરેબિયાના કારણે થયુઁ છે. આ વર્ષે હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા જતા ભારતીય યાત્રાળુઓઍ ૩ લાખ રૂપિયા ચૂકવવા પડશે, જે ૨૦૧૯માં ૨,૬૯,૭૦૦ રૂપિયા હતા. તે જ સમયે, ખાનગી ઓપરેટરો હજ યાત્રીઓ પાસેથી ૬ લાખ રૂપિયા સુધી વસૂલી રહ્ના છે. હજ વિઝાની કિઁમત ૧,૨૦૦ રિયાલ છે. જયારે પહેલા તેની કિઁમત ૩૦૦ રિયાલ હતી. તે જ સમયે, ભારતથી રિટર્ન ફલાઈટ ટિકિટની કિઁમત ૬૦,૦૦૦ રૂપિયાને બદલે ૯૦,૦૦૦ રૂપિયા છે. આ સિવાય સાઉદી અરેબિયાઍ ૧૫ ટકા વેટ લાગુ કર્યો છે. હોટલ પર ૫મ્યુનિસિપલ ટેક્સ પણ છે

આર્થિક સઁકટના કારણે શ્રીલઁકાના મુસ્લિમોઍ હજ ન કરવાનો નિર્ણય લીધો છે. આરબ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાઍ વર્ષ ૨૦૨૨ માટે શ્રીલઁકાથી ૧૫૮૫ હજ યાત્રીઓના ક્વોટાને મઁજૂરી આપી હતી. જા કે, આ નિર્ણય નેશનલ હજ કમિટી, શ્રીલઁકા હજ ટૂર ઓપરેટર્સ ઍસોસિઍશન અને મુસ્લિમ ધાર્મિક અને સાઁસ્કૃતિક બાબતોના વિભાગ સહિત અનેક હિતધારકો દ્વારા કરવામાઁ આવેલી ચર્ચા બાદ લેવામાઁ આવ્યો છે.

તે જ સમયે, સાઉદી અરેબિયા દ્વારા જારી કરાયેલ ઍડવાઈઝરી અનુસાર, આ વર્ષે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો હજ યાત્રા પર જઈ શકશે નહીઁ. તેમના પર ­તિબઁધ મૂકવાનો આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાઁ રાખીને લેવામાઁ આવ્યો છે. સાઉદી અરેબિયાના વિદેશ મઁત્રાલયે કહ્નાઁ કે અન્ય દેશોમાઁથી આવતા લોકોઍ નકારાત્મક કોવિડ રિપોર્ટ રજૂ કરવો પડશે અને જરૂરી નિયમોનુઁ પાલન કરવુઁ પડશે.

(10:14 am IST)