Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

કેદારનાથ મંદિરની નજીક બરફનો જથ્થો સરક્યોઃ શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો

કેદારનાથ નજીક બરફનો પહાડ ખસતાં યાત્રાળુઓમાં ચિંતા:જળસ્તરમાં કોઈ વધારો થશે નહીં એવો અહેવાલ આપતાઃ ગઢવાલ મંડળ વિકાસ નિગમ લિમિટેડ, બીકેટીસી અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સેનો અહેવાલ

નવી દિલ્‍હીઃ  કેદારનાથ મંદિરની નજીક બરફનો જથ્થો સરક્યો હોવાથી શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો હતો. ૨૦૧૩ જેવી દુર્ઘટના થાય એવી ચર્ચા થવા લાગી હતી. જોકે, નિષ્ણાતોએ એનું અવલોકન કરીને જળસ્તરમાં વધારો નહીં થાય એવો અહેવાલ આપ્યો હતો. ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પાસે ગ્લેશિયર સરક્યો હોવાની ઘટના સામે આવી હતી. બરફ સરકતો હોવાના અહેવાલ બાદ ચારધામ યાત્રામાં નીકળેલા યાત્રાળુઓ ચિંતિત બન્યા હતા. જોકેશ્રીબદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ લોકોએ ચિંતા ન કરવાનું કહ્યું હતું. એ દરમિયાન ગઢવાલ મંડળ વિકાસ નિગમ લિમિટેડ, બીકેટીસી અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે સંયુક્ત રીતે તપાસ કરીને જળસ્તરમાં કોઈ વધારો થશે નહીં એવો અહેવાલ આપ્યો હતો. પ્રાથમિક તપાસ પછી કહેવામાં આવ્યું હતું કે બરફ સરકવાની ઘટના હિમાલયન રેન્જમાં બની છે, જે કેદારનાથથી ઘણી દૂર છે. તેની અસર સીધી રીતે મંદાકિનીના જળસ્તરમાં પડે તેમ નથી. બરફનો જથ્થો સરક્યો એ સ્થળ કેદારનાથથી સાત કિલોમીટર દૂર છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં બરફ ખસ્યો હોવાના અહેવાલો હતા. આ ઘટનાની તપાસ માટે વિવિધ નિષ્ણાતોની એક સમિતિ બનાવવામાં આવી છે. જે સર્વેક્ષણ કરીને અહેવાલ આપશે. બીજી તરફ છત્તીસગઢના કેટલાય વિસ્તારોમાં ગાજ-વીજ સાથે વરસાદ પડયો હતો. રાયગઢ જિલ્લામાં આવેલા કેસલા ગામની સીમમાં વીજળી પડી હતી, એમાં મા-દીકરી સહિત કુલ ત્રણનાં મૃત્યુ થયા હતા.

 

(1:59 pm IST)