Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પેટ્રોલની કિંમતો બમણી થઈ ગઈ છેઃ આમારા પર દબાણ હતું કે તેલ ક્યાંથી ખરીદવું, પરંતુ પ્રધાનમંત્રી મોદી અને સરકારનું કહેવું હતું કે અમે એ જ કરીશું જે આમારા દેશના હિતમાં હોય. જો ક્યાંયથી દબાણ આવે છે તો તેનો સામનો પણ કરશુઃ એસ. જયશંકર

નવી દિલ્‍હીઃ  વિદેશમંત્રી એસ. જયશંકરે કહયું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તેલ ખરીદ પર વધતાં દબાણની કોઈ ચિંતા નથી કરી અને સ્પષ્ટ કહ્યું છે કે ભારતે એ જ કરવું જોઈએ જે રાષ્ટ્રનાં હિતમાં હોય. પીએમએ કહ્યું કે જો દબાણ આવે તો તેનો સામેથી જ મુકાબલો કરો. જયશંકરે ગુજરાતનાં વડોદરામા કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પેટ્રોલની કિંમતો બમણી થઈ ગઈ છે. આમારા પર દબાણ હતું કે તેલ ક્યાંથી ખરીદવું, પરંતુ પ્રધાનમંત્રી મોદી અને સરકારનું કહેવું હતું કે અમે એ જ કરીશું જે આમારા દેશના હિતમાં હોય. જો ક્યાંયથી દબાણ આવે છે તો તેનો સામનો પણ કરશું.

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી બંને સાથે વાત કરી અને થોડા સમય માટે યુદ્ધને અટકાવવા માટે કહ્યું, જેથી ભારત પોતાના છત્ર / છાત્રાઓને સુરક્ષિત બહાર કાઢી શકે. આ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે કે રશિયા અને યુક્રેન સાથે ભારત સતત સંપર્કમાં રહ્યું છે અને બંનેને પરસ્પર વાતચીત અને કૂટનીતિથી યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરતું આવ્યું છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે ગુજરાતનાં લક્ષ્મી વિલાસ પેલેસની પણ  મુલાકાત લીધી. તેમણે કહ્યું કે 52 વિદેશી રાજદ્વારીઓ સાથે રાજા રવિ વર્માના ચિત્રોના સંગ્રહને જોવાની તક મળી તે માટે તેઓ ખૂબ જ ખુશ છે. જયશંકરે શનિવારે ટ્વીટ કર્યું, “52 રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો સાથે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેવાનો આનંદદાયક અવસર મળ્યો. તેમની સાથે રાજા રવિ વર્માના પેઇન્ટિંગ કલેક્શનને જોઈને મને વિશેષ આનંદ થયો. જયશંકરે વિભિન્ન દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતો સાથે મિટિંગ  બાદ કહ્યું કે આ ગર્વનો વિષે છે કે અમે ઘણા દેશોના અધિકારીઓ સાથે અહીં આવ્યા છીએ.જોકે, અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, તેઓ પોતાના દિવસો આનો આનંદ ઉઠાવવામાં જ વિતાવશે. તેઓ આપણાં દેશની પ્રગતિ જોવા માટે ઉત્સુક છે.

(1:58 pm IST)