Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી રાહત : આવતીકાલથી પંજાબ અને હરિયાણામાં ધાનની ખરીદી શરુ થશે

કેન્દ્રીય મંત્રી ચૌબે સાથેની મુલાકાત બાદ ખટ્ટરની જાહેરાત

    નવી દિલ્હી :  હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ સંબંધમાં કેન્દ્રીય મંત્રી અશ્વીન ચૌબે સાથે મુલાકાત કરી હતી જે પછી તેમણે ત્રણ ઓક્ટોબરથી ધાનની ખરીદીની તારીખની જાહેરાત કરી હતી
    કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના રાજ્યમંત્રી અશ્વીની ચૌબે સાથેની મુલાકાત બાદ ખટ્ટરે જણાવ્યું કે ચોમાસમાં વિલંબને કારણે કેન્દ્ર સરકારે ધાનની ખીદી 1 ઓક્ટોબરને બદલે 11 ઓક્ટોબર સુધી કરી નાખી હતી. તેને વહેલી તકે શરુ કરવાની માગ હતી. ખરીદી આવતીકાલથી શરુ થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ પણ જણાવ્યું કે આવતીકાલથી પંજાબ અને હરિયાણામાં ખરીફ પાકોની ખરીદી શરુ થઈ જશે.
    મુખ્યમંત્રીએ કહ્યું કે હરિયાણાની મંડીઓએ ધાનની આવક શરુ થઈ ગઈ છે અને ખેડૂતોની પણ માગ છે કે વહેલામાં વહેલી તકે ધાનની ખરીદી શરુ કરવામાં આવશે. અમે કેન્દ્ર સરકારે વિનંતી કરી હતી.

    પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ડાંગરની ખરીદીમાં વિલંબના વિરોધમાં શનિવારે અનેક સ્થળોએ દેખાવો કર્યા હતા. પંજાબમાં સત્તાધારી કોંગ્રેસના સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસો અને હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધન અને પંજાબમાં જિલ્લા કમિશનરોની કચેરીઓ ઘેરાવ કરવામાં આવી હતી. શુક્રવારે સંયુક્ત કિસાન મોરચાએ બંને રાજ્યોના ધારાસભ્યોના ઘરો સામે વિરોધ પ્રદર્શન કરવાની હાકલ કરી હતી. પંજાબમાં, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ઘરની બહાર ખેડૂતો ભેગા થયા. ખેડૂતોએ ડાંગરની ખરીદીમાં વિલંબના મુદ્દે રૂપનગરમાં વિધાનસભા અધ્યક્ષ રાણા કેપી સિંહ અને મોગામાં ધારાસભ્ય હરજોત કમલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
    કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ ખેડૂતોની મોટી જીત છે. ખેડૂતોની ધાનની ખરીદી 11 ઓક્ટોબર સુધી ટાળવાની મોદી સરકારના અહંકારી નિર્ણયને આખરે ખેડૂતોના દબાણમાં પાછો ખેંચવો પડ્યો. કાલે આ માગ કોંગ્રેસે ઉઠાવી હતી અને પંજાબના સીએમ ચન્ની ખુદ પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા.

 

(7:37 pm IST)