Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જળ જીવન મિશનનું વિઝન માત્ર લોકો સુધી પાણી પહોંચાડવાનું નથી પરંતુ આ વિકેન્‍દ્રીકરણનું મોટુ આંદોલન છે જેનો મુખ્‍ય આધાર જન આંદોલન અને જન ભાગીદારી છેઃ નરેન્‍દ્રભાઇ મોદી

વડાપ્રધાનની મહાત્‍મા ગાંધી જન્‍મજયંતિ પ્રસંગે વીડિયો કોન્‍ફરન્‍સથી ગુજરાતના જળ જીવન મિશનના લાભાર્થીઓ સાથે વાતચીત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની જયંતી પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં જળ જીવન મિશનના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યુ, પૂજ્ય બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રી આ બન્ને મહાન વ્યક્તિત્વોના હદયમાં ભારતના ગામ જ વસ્યા છે. મને ખુશી છે કે આજના દિવસે દેશભરના લાખો ગામના લોકો ગ્રામ સભાઓના રૂપમાં જળ જીવન સંવાદ કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ, જળ જીવન મિશનનું વિજન, માત્ર લોકો સુધી પાણી પહોચાડવાનું નથી. આ વિકેન્દ્રીકરણનું મોટુ આંદોલન છે. આ ગામ દ્વારા સંચાલિત અને મહિલા સંચાલિત આંદોલન છે, જેનો મુખ્ય આધાર જનઆંદોલન અને જનભાગીદારી છે.

પીએમ મોદીએ કહ્યુ, ગાંધીજી કહેતા હતા કે ગ્રામ સ્વરાજનો વાસ્તવિક અર્થ આત્મબળથી પરિપૂર્ણ થવાનું છે. માટે મારો નિરંતર પ્રયાસ રહ્યો છે કે ગ્રામ સ્વરાજની આ વિચાર, સિદ્ધિઓની તરફ આગળ વધે. પીએમ મોદીએ કહ્યુ કે, ઘણા ઓછા લોકોના મનમાં આ સવાલ ઉભો થાય છે કે અંતિમ આ લોકોને દરરોજ કોઇ નદી અથવા તળાવ સુધી કેમ જવુ પડે છે. અંતે કેમ પાણી આ લોકો સુધી નથી પહોચતુ? હું સમજુ છુ, જે લોકો પર લાંબા સમય સુધી નીતિ નિર્ધારણની જવાબદારી હતી, તેમણે આ સવાલ ખુદને જરૂર પૂછવો જોઇતો હતો.

અમે એવી ઘણી ફિલ્મો જોઇ છે, વાર્તા વાંચી છે, કવિતાઓ વાંચી છે જેમાં વિસ્તારથી એમ જણાવવામાં આવે છે કે કેવી રીતે ગામની મહિલા અને બાળક પાણી લાવવા માટે માઇલો દૂર ચાલીને જઇ રહ્યા છે. કેટલાક લોકોના મનમાં ગામનું નામ લેતા આ તસવીર ઉભરે છે. હું તો ગુજરાત જેવા રાજ્યનો છું જ્યા મોટાભાગે સૂકાની સ્થિતિ મે જોઇ છે. મે અહી જોયુ છે કે પાણીનું એક એક ટીપુ કેટલુ મહત્વનું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા, લોકો સુધી જળ પહોચાડવુ અને જળ સંરક્ષણ, મારી પ્રાથમિકતામાં રહ્યા. આજે દેશના લગભગ 80 જિલ્લાના આશરે સવા લાખ ગામના દરેક ઘરમાં જળથી જળ પહોચી રહ્યુ છે. એટલે કે ગત 7 દાયકામાં જે કામ થયુ હતુ. આજના ભારતે માત્ર 2 વર્ષમાં તેનાથી વધારે કામ કરીને બતાવ્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ, આઝાદીથી લઇને 2019 સુધી, અમારા દેશમાં માત્ર 3 કરોડ ઘરો સુધી જ નળથી જળ પહોચતુ હતુ. 2019માં જળ જીવન મિશન શરૂ થયા બાદથી 5 કરોડ ઘરોને પાણીનું કનેક્શનથી જોડવામાં આવ્યુ છે. હું દેશના દરેક તે નાગરિકને કહીશ જે પાણીની પ્રચુરતામાં રહે છે કે તમારે પાણી બચાવવા કરતા વધારે પ્રયાસ કરવો જોઇએ અને નિશ્ચિત રીકે તેની માટે લોકોને પોતાની ટેવ પણ બદલવી જ પડશે.

(4:48 pm IST)