Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આવકવેરા વિભાગે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસે માંગ્યો ૮૩૩૪ કરોડનો ટેક્ષ

નવી દિલ્હી, તા.૨: ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડે શુક્રવારે કહ્યું કે આવકવેરા વિભાગે એક ગ્રુપની કંપનીના શેરોના વેચાણ સંબંધે કેપીટલ ગેઇન ટેકાના રૂપમાં કંપની પાસેથી ૮૩૩૪ કરોડ રૂપિયાની માંગણી કરી છે.

આદિત્ય બિરલા ગ્રુપની આ કંપનીએ કહ્યું કે તે ટેક્ષની આ માંગણી સામે યોગ્ય પગલા લેશે. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝે એક નિયામક ફાઇલીંગમાં કહ્યું કે આવકવેરા ડેપ્યુટી કમિશનરે એસેસમેન્ટ પર ૨૦૧૮-૧૯ માટે આ આવકવેરાની માંગણી કરી છે. આ ટેક્ષ આદિત્ય બિરલા નુવો અને આદિત્ય બિરલા ફાયનાન્સીયલ સર્વીસીઝની સાથે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના મર્જરની યોજના બાબતે છે.

કંપનીએ કહ્યું કે તે આ આદેશ વિરૂધધ યોગ્ય કાર્યવાહી કરશે. કંપની એવુ માને છે કે આ આદેશ કર કાયદાની વિરૂધ્ધ છે.

(10:34 am IST)