Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

અમેરીકાના ડલાસ ખાતે લોકગાયક કિર્તીદાન ગઢવીએ તેમના સુમધુર કંઠે ગુજરાતીઓને ભક્તિમય કર્યા : સૌરાષ્ટ્ર સુરતી પટેલ અને કાઠિયાવાડી પટેલ સમાજ દ્વારા ' લાડકી ' પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો

ડલાસ : અમેરીકાના ડલાસ ખાતે લોકગાયક કિર્તીદાન ગઢવીએ તેમના સુમધુર કંઠે તારીખ ૨૧ મી સપ્ટેમ્બર ના રોજ ડલાસ ખાતે તેઓની આગવી શૈલી અને મધુર કંઠે ગુજરાતીઓને ભક્તિમય કર્યા હતા. અને આ કાર્યક્રમ અંર્તગત  USA ના સૌરાષ્ટ્ર સુરતી પટેલ અને કાઠિયાવાડી પટેલ સમાજ દ્વારા ' લાડકી પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા મુળ વડોદરાના અને અત્રે રહેતા અમિત પાઠકે જણાવેલ કે , દરેકના જીવનનું યોગ્ય ઘડતર માતા દ્વારાજ કરાયું હોય છે, દુઃખ એ વાતનું થાય છે કે દિકરા કરતા દીકરીઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે.હાલમાં અનેક બાળકીઓ કુપોષીત અને અભાણ છે ત્યારે અમેરીકાના સુરતી પટેલ અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડી પટેલ સમાજની પહેલ અંર્તગત લાડકી પ્રોજેક્ટ ડલાસ ખાતે કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ લોંચ કરવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ અંર્તગત બાળકીઓને બચાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લોંચ થતાની સાથેજ એકજ દિવસમાં દોઢ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ગુજરાત સરકાર સાથે મળીને જૂનાગઢ,આણંદ, રાજકોટ, અને વડોદરા જિલ્લાની અનેક બાળકીઓને યોગ્ય મદદ કરવામાં આવશે, જેમાં મને આશિષ પટેલ અને તેમના ગૃપે મદદ કરેલ છે, આ પ્રોજેક્ટ માટે કમિટીની રચના પણ કરવામાં આવી છે.જેમાં ફક્ત બહેનોજ વહિવટ કરશે.કિર્તીદાન ગઢવી પાસેથી પ્રેરણા મેળવીને શરૂ થયેલ આ પ્રોજેક્ટને જરૂર સફળતા મળશેજ.. તેવું શ્રી સુભાષ શાહ,ડલાસની યાદી જણાવે છે.

 
(1:23 pm IST)