Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ચોથી ટેસ્ટ: પ્રથમ દિવસની રમતના અંતે ઇગ્લેન્ડના ત્રણ વિકેટે 53 રન: ભારત 191 રનમાં ઓલઆઉટ

શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા: બુમરાહે રોરી બર્ન્સ અને હામિદની વિકેટ ઝડપી

મુંબઈ :ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ઇગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 53 રન બનાવી લીધા હતા. બુમરાહ અને ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયાની વાપસી કરાવી હતી. બુમરાહે બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા. દિવસના અંતે ઇગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન 26 અને ક્રેગ ઓવરટન એક રને રમતમાં હતા.

જસપ્રીત બુમરાહે ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. બુમરાહે રોરી બર્ન્સ અને હામિદની વિકેટ ઝડપી હતી. એક ઓવરમાં બુમરાહે બંન્નેને પેવેલિયન ભેગા કર્યા હતા. મેચની ચોથી ઓવરના બીજા બોલ પર બુમરાહે બર્ન્સને આઉટ કર્યો હતો અને અંતિમ બોલ પર હસીબ હામિદની વિકેટ ઝડપી હતી. ઇગ્લેન્ડના બંન્ને ઓપનર પેવેલિયન ભેગા થયા હતા

ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઉમેશ યાદવ આઉટ થનાર છેલ્લો બેટ્સમેન રહ્યો હતો. તે 10 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી સૌથી વધુ શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા. કેપ્ટન કોહલીએ 50 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી વોક્સે ચાર, રોબિન્સને ત્રણ અને એન્ડરસન અને ઓવરટને એક-એક વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. વિરાટ કોહલી 50 રન બનાવી રોબિંન્સનનો શિકાર બન્યો હતો. કોહલીએ 27મી અડધી સદી ફટકારી હતી. કોહલીને રોબિન્સને જોની બેયરસ્ટોના હાથે કેચ કરાવ્યો  હતો. કોહલીએ 96 બોલમાં 50 રન ફટકાર્યા હતા. 

ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 96 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં વિરાટ કોહલી અને રહાણે રમતમાં છે. આ અગાઉ રોહિત શર્મા 11, લોકેશ રાહુલ   17 અને પૂજારા ચાર અને જાડેજા 10 રન બનાવી આઉટ થયા  હતા. 

કેએલ રાહુલ ઓલી રોબિન્સનનો શિકાર બનતાં ભારતે 28 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 7 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 28 રન હતો ત્યાંથી 14 ઓવર સુધીમાં એક પણ રનના ઉમેરા વગર બંને ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલની વિકેટ ગુમાવી દીધી છે. હાલ ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી રમતમાં છે.

પ્રથમ દિવસે પ્રથમ સત્રની ડ્રિક સુધીની 13 ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર દેખાવ કર્યો છે. ઓલી રોબિનસને 6 ઓવરમાં 4 મેડન નાંખીને 8 રન આપ્યા છે. જ્યારે ક્રિસ વોક્સે પ્રથમ 3 ઓવર મેડન નાંખીને રોહિત શર્માની કિંમતી વિકેટ ઝડપી હતી,. એન્ડરસને 4 ઓવરમાં 20 રન આપ્યા છે.

7 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 28 રન હતો, જે 12 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 28 રન છે. ભારતે સતત પાંચ ઓવર મેડન કાઢી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડે તેનો પ્રથમ રિવ્યૂ લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો.

9 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 28 રન છે. રોહિત શર્મા 11 રન બનાવી ક્રિસ વોક્સની ઓવરમાં વિકેટકિપર બેયરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો.

ચોથી ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર્સે ધીરજભરી બેટિંગ કરી રહ્યા છે. 7 ઓવરના અંતે ટીમનો સ્કોર વિના વિકેટ 28 રન છે. કેએલ રાહુલ 17 અને રોહિત શર્મા 11 રને રમતમાં છે.

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમમાં બે થી ત્રણ બદલાવની ચર્ચા થતી હતી. જે મુજબ જ કેપ્ટન કોહલીએ ઈશાંત શર્મા, મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કર્યો છે. અશ્વિનની ફરીથી અવગણના કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડનો કેપ્ટન ફરી એક વખત ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. જોસ બટલરના સ્થાને ઓલી પોપે અને સેમ કરનના સ્થાને ક્રિસ વોક્સને સામેલ કરાયા છે.

(12:41 am IST)