Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના વાઇરસ મ્યૂટેટ થશે તો દેશની તમામ વ્યવસ્થામાં ભૂકંપ આવી શકે

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસ વધતા સરકારની ચિંતા વધી: સરકારે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી

નવી દિલ્હી : દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસ વધતા સરકારની ચિંતા વધી છે. જેથી સરકારે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. સરકારે કહ્યુ કે, જો તહેવાર ટાંણે સાવધાની રાખવામાં નહીં આવે તો વાઇરસ મ્યૂટેટ થશે અને દેશની તમામ વ્યવસ્થામાં ભૂકંપ આવી શકે છે.

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજ, મલ્ટિપ્લેક્ષ ભલે ખુલ્યા પરંતુ સરકારની ચેતવણી લોકોના કપાળની રેખાનો આકાર બદલી રહી છે. કેમકે, કેન્દ્ર સરકારે એક નિવેદનમાં કહ્યુ કે, આગામી દિવસોમાં આવી રહેલા તહેવારને ઘરે રહીને ઉજવવા જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. કેરળમાં ઓણમના તહેવાર બાદ કોરોનાના કેસમાં જે વધારો થયો તે ચિંતાજનક છે. કેમ કે, કેરળમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તે દેશના કુલ કેસ પૈકી અડઘાથી વધુ છે.

 કેન્દ્ર સરકારનું કહેવું છે કે, કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના વાઇરસ મ્યૂટેટ થશે તો દેશની તમામ વ્યવસ્થામાં ભૂકંપ આવી શકે છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલે ચેતાવણી આપતા કહ્યુ કે, તહેવારની ઉજવણી દરમ્યાન સાવધાની રાખવી જરૂરી છે. તહેવારની ઉજવણી દરમ્યાન બેદરકારી આપણને ભારે પડી શકે છે.

દેશમાં ભલે કોરોના વાઇરસના સંક્રમણનો દર ઘટ્યો હોય પરંતુ વાઇરસ હજી પણ સંક્રમણને ફેલાવવામાં સક્ષમ છે. આ પહેલા નીતિ આયોગે દેશમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. જો નીતિ આયોગના અનુમાન પ્રમાણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેની સ્થિતિ બીજી લહેર કરતા વધારે ગંભીર હોઈ શકે છે. જેથી નીતિ આયોગે લોકોને સાવધાન રહેવાની અપીલ પણ કરી છે.

(11:56 pm IST)