Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

માત્ર રૂ. ૧૩૬૦ કેનેડિય ડોલર અંદાજીત રૂ. ૭૯ હજારમાં ૬ કલાક સુધી અંતરિક્ષમાં યાત્રા કરી શકાશે

કંપનીની વેબસાઇટ પરથી ટિકીટ બુકીંગની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ

નવી દિલ્‍હી : જો તમે અંતરિક્ષની યાત્રાએ જવા માગો છો તો તમારે કરોડો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. એક કેનેડિયન કંપની છે જે 2025માં લોકોને અંતરિક્ષની યાત્રાએ લઈ જશે. જેનું ભાડૂં તમારા અંદાજ કરતા ઘણુ ઓછું છે. તમે માત્ર 1360 કેનેડિય ડોલર(અંદાજે 79 હજાર રૂપિયા)માં અંતરિક્ષમાં 6 કલાકની યાત્રા કરી શકો છો. આ કંપનીની સાઈટ પર જઈને તમે ટિકિટ બુક કરાવી શકો છો.

જે કંપની અંતરિક્ષની યાત્રા પર લઈ જઈ રહી છે તેનું નામ છે Space Perspective. તેની ઓફર સાંભળવામાં તો અસંભવ લાગે છે. કારણ કે આટલા ઓછા પૈસામાં કોઈ કંપની કેવી રીતે અંતરિક્ષની યાત્રા કરાવી શકે. તમને જણાવી દઈએ કે સ્પેસ પર્સપેક્ટિવના સ્પેસશિપમાં વધુ લોકોને બેસવાની જગ્યા છે, જેના કારણે તેમણે સીટ બુક કરવાની કિંમત ઓછી રાખી છે.

Space Perspective કંપનીએ એ હજુ નથી જણાવ્યું કે, તે તમને અંતરિક્ષમાં કેટલી ઉંચાઈએ લઈ જશે. જો કે આ 6 કલાકની યાત્રા બાદ ફાયદો એ થશે કે તમારા નામની આગળ એસ્ટોનોટ લાગી જશે.

હાલમાં Space Perspective કંપની અમેરિકી અંતરિક્ષ કંપની નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઓપરેટ થઈ રહી છે. તેમની પહેલી સફળ પરીક્ષણ ઉડાન જૂનમાં થઈ ચૂકી છે. આ માટે કંપનીએ મોટો ફૂગ્ગો બનાવ્યો હતો. જેની મદદથી તેમનું સ્પેસશિપ નેપચ્યૂન અંતરિક્ષ સુધી ગયું હતું. આ સમયે તે ફૂગ્ગો અંદાજે 1 લાખ ફીટ એટલે કે 3 કિમીથી થોડો વધુ ઉંચાઈએ ગયો હતો.

(11:42 pm IST)