Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

વૈજ્ઞાનિકોએ ઉત્તર ધ્રુવ નજીક દરિયામાં શોધ્યો નવો આઇલેન્ડ : ટુકડાનો આકાર એક ફુટબોલ મેદાન જેટલુ

નવો આઇલેન્ડ ધરતીના સૌથી ઉત્તરના છેડે સ્થિત: ઊડાક આઈલેન્ડથી 2560 ફૂટ ઉત્તરમાં આ આઇલેન્ડ 95 ફૂટ પહોળો અને 197 ફૂટ લાંબો

વૈજ્ઞાનિકોએ ઉત્તર ધ્રુવ નજીક દરિયામાં જમીનના એક ટુકડાની શોધ કરી છે. આ ટુકડાનો આકાર એક ફુટબોલ મેદાન જેટલુ મોટું છે. તેને ઉત્તર ધ્રુવમાં જમીનનો છેલ્લુ છેડો કહેવામાં આવી રહ્યો છે.

લાઇવ સાયન્સના અહેવાલ મુજબ માર્ટિન રાશના નેતૃત્વમાં ડેનમાર્કના વૈજ્ઞાનિકોની એક ટીમ ગ્લેશિયરો અને વધતા તાપમાન પર રિસર્ચ કરવા ઊડાક આઈલેન્ડ ગઈ હતી.

આ આઇલેન્ડ ગ્રીનલેન્ડના ઉત્તરના વિસ્તારમાં છે. વૈજ્ઞાનિકોએ જ્યારે તેમની પાસેનો નક્શો જોયો તો તેમા આ આઇલેન્ડ અલગ દેખાતો હતો. જ્યારે વૈજ્ઞાનિકોએ જીપીએસથી લોકેશન સર્ચ કર્યુ તો જાણવા મળ્યું કે તે ઊડાક આઇલેન્ડ નથી.

અહેવાલ મુજબ નવો આઇલેન્ડ ઊડાક આઈલેન્ડથી 2560 ફૂટ ઉત્તરમાં છે. આ આઇલેન્ડ 95 ફૂટ પહોળો અને 197 ફૂટ લાંબો છે. આ એક ફૂટબોલ મેદાનથી નાનું છે. આ દરિયાઈ સપાટીથી 10થી 13 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. તે સંપૂર્ણ રીતે દરિયાઈ માટી, મોરેન, માટી, ગ્લેશિયર દ્વારા છોડવામાં આવેલા ખડકોથી બન્યું છે.

માર્ટિને જણાવ્યું કે આ નવો આઇલેન્ડ ધરતીના સૌથી ઉત્તરના છેડે સ્થિત છે. તેમણે સંભાવના વ્યક્ત કરી કે આ નવો આઇલેન્ડ કોઇ તોફાનના કારણે બન્યો હશે. જેને બાદમાં દરિયાઈ માટી જોડતી ગઈ. તેમણે જણાવ્યું કે આ આઇલેન્ડના ભવિષ્ય અંગે કઇ પણ પાક્કી રીતે નથી કહી શકાતું. બની શકે છે કે થોડાક દિવસો પછી આ આઇલેન્ડ બરફમાં સમાઇ જાય અથવા વાતાવરણના કારણે તૂટી દરિયામાં ખતમ થઇ જાય.

(11:39 pm IST)