Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પંજાબમાં ખેડૂતો વિફરતા પોલીસ પાર્ટી પર પથ્થરમારો કર્યો : સુખબિર બાદલની રેલી સામે ખેડૂતોનો જબ્બર વિરોધ

ખેડૂતોને વિખેરવા પોલીસે પાણીનો મારો ચલાવ્યો : છતાં ખેડૂતો હટતા નહોતા : ૧૫ થી વધુ ગાડીઓને કર્યું નુકશાન

પંજાબ : 2022 ની પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા શિરોમણી અકાલી દળના પ્રમુખ અને લોકસભા સાંસદ સુખબીર સિંહ બાદલ મોગા આવ્યાં હતા. ખેડૂતોને તેમની આ મુલાકાત મંજૂર નહોતી અને તેથી તેમણે દેખાવ શરુ કર્યો. જોતજોતામાં દેખાવ હિંસક બન્યો, ખેડૂતો પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

પોલીસે પણ ભીડને કાબુમાં લેવા ભારે પાણીનો મારો ચલાવ્યો હતો.

(8:32 pm IST)