Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ગુપ્તચર એજન્સીઓએ આપી ચેતવણી

ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં આંતકી સંગઠન ISIS K

નવી દિલ્હી, તા.૨: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર સુસાઈડ એટેક પછી હવે કુખ્યાત આતંકી સંગઠન ISIS K ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. સંવેદનશીલ રિપોર્ટ દ્વારા મળતી જાણકારી મુજબ આંતકવાદી સંગઠન ISISKના અત્યંત ખુંખાર આતંકી ભારતમાં મોટો ધમાકો કરી શકે છે. ખાનગી રિપોર્ટ અને ગુપ્તચર એજન્સીઓએ આ હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે.

ઈન્ટેલિજન્સની રિપોર્ટ અનુસાર ISના નિશાના પર રાઈટ વિંગ લીડર્સ, મંદિર, પશ્યિમી દેશોના ઠેકાણાઓ શામેલ છે. સાથે તેઓ વિદેશીઓને પણ નિશાન બનાવી શકે છે. એલર્ટ પછી હવે દેશના વિવિધ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષામાં વધારો થયો છે.

કર્ણાટકા અને કાશ્મીરમાંથી હાલમાંજ ઝડપાયેલા આ ગ્રુપ સાથે જોડાયેલા આતંકીઓની પૂછપરછમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે અફગાનિસ્તાન- પાકિસ્તાનમાં IS ઓપરેટરો સાથે સતત સંપર્કમાં હતા આ ઝડપાયેલા આંતકીઓ, તેમણે વધુમાં જણાવ્યું કે IS નેટવર્કના ધમાકોના ષડયંત્રમાં પાકિસ્તાની ઓપરેટરો પણ શામેલ છે, ISISKએ કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી. આ કાબુલ બ્લાસ્ટમાં ૧૩ અમેરીકી સૈનિકો સહિત ૧૦૦થી વધુના મોત નિપજયા હતા.

જયારે બીજી તરફ સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે જયારથી અફગાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં તો ઉજવણીનો એવો માહોલ છે કે તેઓ તેમને સપોર્ટ કરવાની સાથે સાથે વિશ્વના દેશોને માન્યતા આપવા માટે ધમપછાડા કરી રહ્યું છે. બીજી તરફ ભારત માટે ચિંતાનો વિષય પણ બન્યો છે.

(4:09 pm IST)