Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઓર્ડરનો માલ આપવામાં મોડુ થતાં ડીલીવરી બોયે હોટલ માલીકને ફુંકી માર્યો

નવી દિલ્હીઃ સ્વિગીના ડિલિવરી બોયે ગ્રેટર નોઈડામાં રેસ્ટોરન્ટના માલિકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપી ડિલિવરી બોય ફરાર થઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિલિવરી બોય રેસ્ટોરન્ટની બહાર ઓર્ડરની રાહ જોતો હતો, પરંતુ જ્યારે ઓર્ડર આપવામાં વિલંબ થયો તેથી તેણે ગુસ્સે થઈને રેસ્ટોરન્ટના માલિકને ગોળી મારી દીધી હતી.

 આ ઘટના ગ્રેટર નોઈડાની છે. આ ઘટના ગ્રેટર નોઈડાના બીટા-૨ પોલીસ સ્ટેશન વિસ્તારની મિત્ર સોસાયટીની છે. જ્યાં ૪૫ વર્ષીય સુનીલ 'ઝમઝમ' નામની રેસ્ટોરન્ટ ચલાવતો હતો. આ રેસ્ટોરન્ટ ઓનલાઇન ફૂડ ડિલિવરી માટે કામ કરતી હતી. મંગળવારે રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ આ રેસ્ટોરન્ટમાં કામ કરતા નારાયણ અને સ્વિગીના ડિલિવરી બોય વચ્ચે વિવાદ થયો હતો.

 સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે મંગળવારે રાત્રે સ્વિગીનો ડિલિવરી બોય ચિકન બિરયાની અને પુરી ભાજીનો ઓર્ડર લેવા આવ્યો હતો. આમાં તેને ચિકન બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જ્યારે પુરી ભાજીનો ઓર્ડર વધુ થોડો સમય લેશે તેમ કહેવામાં આવ્યું હતું.

 આરોપ છે કે એક નશામાં ડિલિવરી બોયે ઓર્ડરમાં વિલંબને કારણે નારાયણ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ અંગે રેસ્ટોરન્ટના સંચાલક સુનીલ સ્થળ પર આવ્યો અને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ શરૂ કર્યો. પણ પોતાના એક સાથીની મદદથી ડિલિવરી બોયે સુનીલને માથામાં ગોળી મારી હતી. નારાયણ તેના અન્ય સાથીઓની મદદથી ઘાયલ હાલતમાં સુનીલને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

(3:50 pm IST)