Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

હવામાન ખાતાની આગાહી

સૌરાષ્ટ્રમાં હજી બે દિવસ વરસાદની શકયતાઃ દિલ્હી સહિત અનેક રાજ્યો માટે એલર્ટ

પૂર્વ ભારત સહિત યુપી અને બિહારના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨ દિવસમાં ભારે વરસાદ પડયો

નવી દિલ્હી તા. ૨ : હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ મહિનામાં સામાન્યથી ૨૪ ટકાથી ઓછો વરસાદ થયો. પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા જ દેશના અનેક રાજયોમાં વરસાદનો દોર શરુ થયો છે. ગુજરાતના અનકે વિસ્તારોમાં ગત ૨ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ વરસાદનો દોર જારી છે. દિલ્હીમાં પણ સપ્ટેમ્બરના મહિનામાં વરસાદનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સતત બીજા દિવસે વરસાદનો દોર જારી છે. બીજી તરફ પૂર્વ ભારત સહિત ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨ દિવસથી ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકોદાર વરસાદ પડી રહ્યો છે જેનાથી વરસાદની અછતનો સામનો કરી રહેલા રાજયોને થોડીક રાહત મળી. આ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૭ ટકા ઓછો વરસાદ થયો છે. ભારતમાં હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભગોમાં આવનારા બે દિવસોમાં હજું વરસાદ થવાની શકયતા છે.

હવામાન ખાતાએ કહ્યું કે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર બની રહેલ ચક્રવાતી પરિસંચરણ હવે ગુજરાતના વિસ્તારો અને તેના પડોશમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગિર સોમનાથ, દ્વારકા, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં બુધવારે ભારે વરસાદ થયો હતો.

ઉત્તર પ્રદેશમાં ગત ૨૪ કલાકમાં રાજયોમાં કેટલાક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ થયો. જયારે અલગ અલગ સ્થાનો પર ગર્જના સાથે છાંટા પડ્યા. હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે મથુરા સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર ૨થી ૪ સપ્ટેમ્બર પૂર્વ યુપીના કેટલાક સ્થાનો પર અને પશ્ચિમ યુપીમાં અલગ અલગ સ્થાનો પર વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આશંકા છે.

(2:46 pm IST)