Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

એમેઝોન ૫૦,૦૦૦ લોકોને નોકરી આપશેઃ નવા CEOએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી તા.૨ : અમેઝોન કંપનીના નવા સીઈઓ એન્ડી જૈસીએ જાહેરાત કરી કે ૫૦૦૦૦થી વધુ લોકોને નોકરી અપાશે જેમાંથી ૪૦૦૦૦થી વધારે અમેરિકામાં હશે. અન્ય જગ્યાઓ ભારત, જર્મની અને જાપાનના દેશો માટે હશે.

દિગ્ગજ ઈ કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન મોટા સ્તરે લોકોની નિમણૂંક કરવા જઈ રહ્યું છે. કંપનીના નવા સીઈઓ એન્જી જૈસીએ કહ્યું કે કંપની આવનારા મહિનામાં કોર્પોરેટ અને ટેકનોલોજી રોલ માટે ૫૫૦૦૦ લોકોને હાયર કરવાની યોજના બનાવી રહી છે.

આ આંકડા ૩૦ જૂન સુધી ગૂગલના કુલ કર્મચારીઓની સંખ્યાના ૧/૩થી વધારે છે. ફેસબુકની સંખ્યાની લગભગ નજીકના છે. જૈસીએ કહ્યું કે ૫૫ હજારથી વધારે નોકરીમાંથી ૪૦ હજાર અમેરિકામાં હશે અને અન્ય જગ્યાઓ ભારત, જર્મની અને જાપાન જેવા દેશમાં અમેઝન કરિયર ડેની મદદથી ભરાશે.

Amazon Career Day ૧૬ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગે આઈએસટી પર એક ફ્રી ઈવેન્ટ છે. કંપનીએ કહ્યું કે આ ઇન્ટરેકિટવ એકસપીરિયન્સ દરેક નોકરી લેનારા માટે છે. પછી તમારું એકસપીરિયન્સ લેવલ, પ્રોફેશનલ ફીલ્ડ કે બેકગ્રાઉન્ડ કંઈ પણ હોય, તમે અમેઝોન કે અન્ય જગ્યાએ કામ કરવામાં રસ રાખો છો તો તમારા માટે છે.

(2:45 pm IST)