Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

બોક્સર જમુના બોરો અને તીરંદાજ ચેમ્પિયન સંજય બોરો આસામના આબકારી નિરીક્ષકો તરીકે નિયુક્ત

આસામના પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ભોગેશ્વર બરુઆના જન્મદિવસે 3 સપ્ટેમ્બરના રોજ તેમને નિમણૂક પત્ર સોંપાશે

ગૌહાટી : આસામ કેબિનેટે આંતરરાષ્ટ્રીય બોક્સ જમુના બોરો અને આંતરરાષ્ટ્રીય તીરંદાજ ચેમ્પિયન સંજય બોરોને આબકારી નિરીક્ષકો તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આસામના પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ભોગેશ્વર બરુઆના જન્મદિવસે 3 સપ્ટેમ્બરના રોજ તેમને નિમણૂક પત્ર સોંપશે. પ્રથમ વખત આસામ કેબિનેટની બેઠક કોઈનાધરાના ગેસ્ટ હાઉસમાં યોજાઈ હતી. તે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું સત્તાવાર નિવાસસ્થાન હતું.

(1:17 pm IST)