Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

યુપી બાદ હવે આસામમાં નામકરણ શરૂ :રાજીવ ગાંધી નેશનલ પાર્ક હવે ઓરંગ નેશનલ પાર્ક તરીકે ઓળખાશે

79.28 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કને 1985 માં વન્યજીવન અભયારણ્ય અને 1999 માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો અપાયો હતો

નવી દિલ્હી : આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે નેશનલ પાર્કમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામને હટાવવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ હવે રાજીવ ગાંધી નેશનલ પાર્ક ઓરંગ નેશનલ પાર્ક તરીકે ઓળખાશે. આસામ સરકારના પ્રવક્ત અને જળ સંસાધન મંત્રી પીજૂષ હજારીકાએ આ નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે, આદિવાસીઓ અને ચા આદિજાતિ સમુદાયોની માગને ધ્યાનમાં રાખતા સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઓરંગ નેશનલ પાર્ક રાખવાનો નિર્ણય લીધો છે.

79.28 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કને 1985 માં વન્યજીવન અભયારણ્ય અને 1999 માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કાંઠે આવેલું આ પાર્ક રોયલ બંગાળ વાઘ, ભારતીય ગેંડો, પિગ્મી હોગ અને જંગલી હાથીઓ માટે જાણીતું છે.

(1:15 pm IST)