Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

દેશમાં છેલ્લા 24 કલાકમાં 81,09,244 લોકોને કોરોના વેક્સિના ડોઝ અપાયા

સમગ્ર દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 66,30,37,334 થયો

નવી દિલ્હી :  દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 66 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 81,09,244 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ વેક્સિનેશનનો આંકડો 66,30,37,334 થઈ ગયો છે. ભારતે સમય પહેલા જ વેક્સિનેશનના લક્ષ્‍યને હાંસલ કરી લીધું છે.

(1:13 pm IST)