Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવટી સમાચારોથી ભરપૂર છે : તેઓ ન્યાયાધીશોને પણ જવાબ આપતા નથી : માત્ર શક્તિશાળી માણસોને સાંભળે છે : તબલીગી જમાત સાથે કોવિડ -19 ના ફેલાવાને જોડતા સમાચારો પ્રસિદ્ધ કરવા બાબતે સુપ્રીમ કોર્ટ ચિફ જસ્ટિસની ટિપ્પણી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ માર્ચ 2020 માં તબલીગી જમાત સાથે કોવિડ -19 ના પ્રચારને જોડીને કથિત રીતે નકલી સમાચાર ફેલાવવાથી મીડિયા આઉટલેટ્સને રોકવા માટે નિર્દેશ માંગતી અરજીની સુનાવણી કરી રહી હતી.

સુપ્રીમ કોર્ટે આજ ગુરુવારે યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર જેવા વેબ પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે અંતર્ગત એવી ચિંતા વ્યક્ત કરી હતી કે સોશિયલ મીડિયા દિગ્ગજો ન્યાયાધીશોને જવાબ આપતા નથી .

સીજેઆઈએ વધુમાં કહ્યું કે, આવા પ્લેટફોર્મ પર પ્રસારિત થતા સમાચારોને ઘણી વખત સાંપ્રદાયિક રંગ આપવામાં આવે છે, જેનાથી દેશનું નામ બદનામ થાય છે. જો તમે યુટ્યુબ પર જાઓ તો તમે જોઈ શકો છો કે કેટલા ફેક ન્યૂઝ છે. વેબ પોર્ટલ કોઈપણ દ્વારા સંચાલિત નથી.

આ તકે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આથી જ નવા ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમો, 2021 સામાજિક અને ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

આ મામલે છ સપ્તાહ બાદ ફરી સુનાવણી થશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)