Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ભારત માટે મોટી ચિંતા : દક્ષિણ બાદ હવે ઉત્તર શ્રીલંકામાં ચીનનો પગપેસારો

શિકારી લોન નીતિ વડે ચીન દક્ષિણ શ્રીલંકામાં ખાસ્સું ઊંડે ઉતર્યા બાદ હવે ઉત્તર શ્રીલંકાના તમિલ નિવાસીઓના મન જીતવા પેતરા

નવી દિલ્હી :  શ્રીલંકાના માળખાગત વિકાસના પ્રોજેક્ટ્સ લોનરૃપે બનાવી આપવાના નામે ચીન હવે ઉત્તર શ્રીલંકામાં પણ પગપેસારો કરવા લાગ્યું હોવાથી ભારત માટે મોટી ચિંતાનો વિષય બન્યું છે. ચીન ઉત્તર શ્રીલંકાના તમિળ નિવાસીઓના મન જીતી લેવાના પેંતરા પણ કરી રહ્યું છે. પોતાની શિકારી લોન નીતિ વડે ચીન દક્ષિણ શ્રીલંકામાં ખાસ્સું ઊંડે ઊતરી ચૂક્યું છે. હવે તે ઉત્તર શ્રીલંકામાં પ્રોજેક્ટ્સ બનાવી રહ્યું હોવાથી ભારત માટે ચિંતા સર્જાઈ છે.

(12:27 pm IST)