Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

FSSAIએ પ્રસ્તાવ મોકલ્યો

શું ગાર્લિક-બ્રેડમાં લસણ હોય છે ?

નવી દિલ્હી,તા. ૨: ગાર્લિક બ્રેડમાં કેટલુ ગાર્લિક (લસણ) છે, એ ટૂંક સમયમાં માલૂમ પડશે. કેમ કે બજારમાં વેચાતા વિશેષ પ્રકારના બ્રેડ્સ મોદી સરકારની તપાસના રડારમાં છે. પછી એ ગાર્લિક બ્રેડ હોય કે મલ્ટિ ગ્રેન અથવા સંપૂર્ણ રીતે ઘઉંમાંથી બનેલા બ્રેડ -કેન્દ્ર સરકારની યોજના બ્રેડ ઉત્પાદક ઉદ્યોગને રેગ્યુલેટ કરવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં સમયમાં બ્રેડ ઉત્પાદિત કંપનીઓ માટે કોઇ માપદંડ નક્કી નથી. ) દ્વારા આરોગ્ય મંત્રાલયને મોકલેલા રેગ્યુલેશન ડ્રાફટ મુજબ પાંચ પ્રકારના બ્રેડ રેગ્યુલેટ કરવામાં આવશે.

ડ્રાફટ રેગ્યુલેશન મુજબ આરોગ્ય મંત્રાલય પાસે પાંચ પ્રકારના બ્રેડ્સને રેગ્યુલેટ કરવા માટે મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે. એમાં સંપૂર્ણ રીતે ઘઉંમાંથી બનેલા બ્રેડ, બ્રાઉન બ્રેડ, મલ્ટિગ્રેન બ્રેડ અને અન્ગ ૧૪ પ્રકારના વિશેષ બ્રેડને રેગ્યુલેટ કરવા માટે મંજૂરી માંગી છે. આ બ્રેડ્સ ગાર્લિક બ્રેડ, એગ બ્રેડ, ઓટમીલ બ્રેડ, મિલ્ક બ્રેડ અને ચીઝ બ્રેડ પણ સામેલ છે. અમે આ પગલુ ઉપભોકતા દ્વારા સ્પેશિયલ બ્રેડસ ખરીદવા પણ બહુ વધુ રકમ ખર્ચ કરવાને લીધે ઉઠાવ્યું છે. ગ્રાહકોને એ માલૂમ નથી કે જે સ્પેશિયલ બ્રેડસ ખરીદી રહ્યા છે. એમાં કેટલુ ગાર્લિક છે ? એક ટુકટો છે કે બિલકુલ નથી ? એમ એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું.

જો પ્રસ્તાવને કેન્દ્ર બ્રેડ રેગ્યુલેશનની મંજૂરી મળશે તો બ્રેડ ઉત્પાદકોએ હવે ગાર્લિક બ્રેડમાં ગાર્લિક સામેલ કરવું પડશે. ગાર્લિક બ્રેડમાં બે ટકા ગાર્લિક રાખવું ફરજિયાત પડશે. અથવા બ્રાઉન બ્રેડમાં અનાજનો હિસ્સો ૫૦ ટકા હોવો જોઇએ. મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા પછી ડ્રાફટને જનતાના અભિપ્રાય માટે મુકવામાં આવશે. એ પછી નોટિફિકેશન જારી થશે.

(12:06 pm IST)