Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

હવે કાશ્મીર પણ ઇસ્લામ વિરોધી તાકતોથી આઝાદ થાય

અફઘાન પર તાલિબાનની જીત બાદ અલ કાયદા ઉપર ભૂત સવાર : કાશ્મીર મુદ્દે અલ કાયદાનું નિવેદન અને તાલિબાન પર પાકિસ્તાનની પકડ ભારત માટે ગંભીર સંકેતો છે : અફઘાનમાં તાલિબાન રાજ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે

કાબૂલ,તા.૨: અફઘાનિસ્તાન પર આતંકી સંગઠનની સત્ત્।ાને લઇને દુનિયા જે ચિંતામાં હતી એ હવે સાચી પુરવાર થઇ રહી છે. દુનિયાના અનેક દેશો અને ખાસ કરીને ભારત માટે ચિંતાનો વિષય બની રહેલા આતંકી સંગઠન અલ કાયદાએ તાલિબાને અફઘાન જીત પર શુભકામનાઓ પાઠવી છે. આ સાથે અલ કાયદાએ એમ પણ કહ્યું કે, કાશ્મીર અને દુનિયાની અન્ય ઇસ્લામિક જમીનોને ઇસ્લામના દુશ્મનોથી હવે આઝાદી મેળવી લેવી જોઇએ.

હાલમાં અફઘાનિસ્તાન સંપૂર્ણ રીતે તાલિબાનના કબજા હેઠળ આવી ચૂકયું છે. અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડતાંની સાથે જ તાલિબાને આ અંગે એલાન કર્યું હતું, જે પછી આતંકી સંગઠન અલ કાયદાએ પણ તાલિબાનને જીતની શુભકામના આપતાં કહ્યું, લેવંટ, સોમાલિયા, યમન, કાશ્મીર અને બાકીની તમામ ઇસ્લામિક જમીનો ઇસ્લામના દુશ્મનોના કબજામાંથી આઝાદ થાય. દુનિયાભરમાં મુસ્લિમ કેદીઓને આઝાદી મળશે.

નોંધનીય છે કે, તાલિબાન સાથે અમેરિકા શાંતિ કરાર આ શરતે જ કરતું રહ્યું હતું કે અલ કાયદાને અફઘાનિસ્તાનની જમીન પર પાંગરવા નહીં દે અને દેશમાં એનો પગપેસારો નહીં થાય. અમેરિકા પણ અલ કાયદાને લીધે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખાતમો કરવા આવ્યું હતું. હવે ભારત માટે પણ મહત્વનું છે કે તાલિબાનના અફઘાનથી એની વિરુદ્ઘ આતંકી પ્રવૃત્ત્િ।ઓ અને હુમલા ના થાય.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનીઓની જીતને લઇને દુનિયાભરના દેશો ખાસ કરીને આતંકવાદનો સામનો કરી રહેલા દેશો ચિંતામાં હતા. ભારત જેવો દેશ જ પહેલેથી જ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ઝેલી રહ્યો છે. એવામાં તાલિબાન પર પાકિસ્તાનની પકડ ભારત માટે જોખમી બની રહી છે. અહીં સુધી કે અલ કાયદા પણ ભારત માટે મોટો ખતરો બની રહી રહ્યું છે.

(12:04 pm IST)