Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

અંજાર-૬ાા, પોરબંદર-પ, રાણાવાવમાં-૪ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માંગ્યા મેઘ વરસતા પાકને જીવતદાનઃ સાર્વત્રિત વરસાદથી લોકોના હૈયે ટાઢક

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગોંડલના ઉમવડા અંડરબ્રિજમાં ભરાયેલ પાણી ત્રીજી તસ્વીરમાં ગોંડલના લાલપુર બ્રીજ, ચોથી તસ્વીરમાં મેîદરડામાં વરસેલ વરસાદ પાંચમીં અને છઠ્ઠી તસ્વીરમાં ધોરાજી, સાતમી તસ્વીરમાં ધ્રોલ, આઠમી અને નવમી તસ્વીરમાં જામજાધપુરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-(ગોંડલ) ગૌતમ શેઠ (મેંદરડા) કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી) સંજય ડાંગર (ધ્રોલ) અશોક ઠાકર(જામજોધપુર)

રાજકોટ તા. ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસતા લોકોના હૈયે ટાઢક વળી છે.

ગઇકાલે બુધવારે સવારથી ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે.

ગઇકાલે સાંજથી કચ્છ અને પોરબંદર જીલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. અને કચ્છમાં અડધાથી સાડા છ ઇંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં સાડા ૬ ઇંચ, પોરબંદરમાં પ અનેરાણાવાવમાં ૪ ઇંચ વરસાદ પડયો છ.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જીલ્લામાં એક થી સાડાત્રણ ઇંચ વરસાદ પડયો છે. મહુવામાં ૩ાા, ઘોઘામાં અઢીઇંચ, ગારીયાધાર, તળાજા અને ભાવનગરમાં બે-બે ઇંચ વરસાદ પડયો છે જયારે અન્ય તાલુકાઓમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

ગોહિલવાડ પથંકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે મંગળવારથી આખી રાત ધીમીધારેે વરસાદ પડયો હતો અને બુધવારે સવારથી બપોર સુધી વરસાદ પડયો હતો. છેલ્લા ર૪ કલાક દરમ્યાન જીલ્લાભરમાં એકથી સાડાત્રણ ઇંચ વરસાદ પડતા વરસાદી માહોલ જામ્યો છે.

જામજોધપુર

જામજોધપુર શહેરમાં છેલ્લા બે દિવસ થયા ધીમી ધારેસીદસર નંદાણા આંબરડી ગીંગણી સાહિતના તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ઉભા મોલને જીવતદાન મળ્યુંહોય ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરેલ છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોકુલ અષ્ટમીના રાત્રીના શરૂ થયેલી મેઘવર્ષા આજે પણ યથાવત રહેવા પામીહોય તેમ વ્હેલી સવારથી ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો.  સાંજ સુધીમાં ચાર ઇંચ વરસાદ પડયો છે. ભારે વરસાદને કારણે આશાપુરા તથા ઉમવાડા અંડરબ્રીજમાં પાણી ભરાયા હતા. ઉમવાડા અંડરબ્રીજમાં કાર ફસાઇ હોય લોકોએ મહામહેનતે બહાર કાઢી હતી બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાયા હોય મુસાફરો પરેશાન બન્યા હતા વરસાદથી રાજમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા રોડ પર પાણી ભરાતા સેનીટેશન વિભાગે તાકીદે નિકાલ કર્યોહતો.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : રાજકોટ જિલ્લાના વિંછીયામાં ગત રાત્રીના મેઘ મહારાજા મહેરબાન થયા હતા રાત્રી દરમ્યાન ધીમીધારે કાચુ સોનું વરસતા ખેડુતોમાં આનંદ પ્રસરી ગયો છે. જો કે વિંછીયા તથા તાલુકામાં અત્યાર સુધી નહીવત વરસાદ થયો છે. નદી-નાળા તળાવ ખાલી ખમ્મ છે સાતમ-આઠમના તહેવારોમાં પણ વરસાદના અભાવે રંગત જામી ન હતી !! આ ચાર-પાંચ દિવસના મેઘાવી માહોલમાં જે આગાહી થઇ છે. તેમાં  વિંછીયામાં મેઘમહારાજા ધોધમાર અનરાધાર વરસે અને ધરતી અને ધરતીપુત્રોને તૃપ્ત કરી દે તેમ લોકો ઇચ્છી રહયા છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં ગરમી અને પવન ફુંકાતા હતા ખેડુતોએ પોતાના કુવામાં થોડુ ઘણું પાણી હતું તેનાથી મોલાતે પીવડાવી દિધુ બાદમાં પણ મેઘરાજા ન આવતા ધરતીનો તાતચીતામાં મુકાયો હતો.  મોલાત સુકાવા લાણી હતી અને પાક નિષ્ફળ જવાની તૈયારી હતી અને ફરી મેઘરાજાએ પધરામણી કરતા ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રિકાર વરસાદ વરસતા મુરજાતી મોલાતને નવજીવન મળેલ અને ઘરતીપુત્રો ગેલમા આવી ગયેલ હતા.

ધ્રોલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ ધ્રોલમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. અને બપોર બાદ વરસાદનું આગમાન થતા ખેડુતોમાં ખુશાલી છવાઇ છે.

  • છેલ્લા ર૪ કલાકમાં આજે સવારના ૮ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જુનાગઢ

 

કેશોદ

૬૭ મી. મી.

જુનાગઢ

૩૮ મી. મી.

ભેંસાણ

રર મી. મી.

મેૅદરડા

૧પ મી. મી.

માંગરોળ

૧૭૬ મી. મી.

માણાવદર

પ૬ મી. મી.

માળીયાહાટીના

૧૬પ મી. મી.

વંથલી

ર૭ મી. મી.

વિસાવદર

ર૩ મી. મી.

કચ્છ

 

અંજાર

૧૬૬ મી. મી.

અબડાસા

૩૭ મી. મી.

ગાંધીધામ

૮ર મી. મી.

નખત્રાણા

૮ મી. મી.

ભચાઉ

૪ર મી. મી.

ભુજ

૬૪ મી. મી.

મુંદ્રા

૮૪ મી. મી.

માંડવી

૬૧ મી. મી.

રાપર

૯ મી. મી.

લખપત

પ મી. મી.

ગીર સોમનાથ

 

ઉના

૧ર૪ મી. મી.

કોડીનાર

૬૭ મી. મી.

ગીરગઢડા

૧૦૧ મી. મી.

તાલાલા

૧૬૩ મી. મી.

વેરાવળ

૧૦૦ મી. મી.

સુત્રાપાડા

૭ર મી. મી.

દેવભૂમિ દ્વારકા

 

કલ્યાણપુર

૧૭૦ મી. મી.

ખંભાળીયા

૧પ૮ મી. મી.

દ્વારકા

૪૬ મી. મી.

ભાણવડ

૭૦ મી. મી.

પોરબંદર

 

પોરબંદર

૧ર૩ મી. મી.

રાણાવાવ

૧૦૮ મી. મી.

કુતિયાણા

૬૬ મી. મી.

જામનગર

 

કાલાવડ

૬૩ મી. મી.

જામનગર

૪૮ મી. મી.

જામજોધપુર

પ૩ મી. મી.

જોડીયા

૧૦ર મી. મી.

ધ્રોલ

પપ મી. મી.

લાલપુર

૭૪ મી. મી.

રાજકોટ

 

ઉપલેટા

૩ર મી. મી.

કોટડા સાંગાણીપ૪ મી. મી.

 

ગોંડલ

૯પ મી. મી.

જેતપુર

૪૪ મી. મી.

જસદણ

૩૬ મી. મી.

જામકંડોરણા

૭૪ મી. મી.

ધોરાજી

ર૪ મી. મી.

પડધરી

૪૦ મી. મી.

રાજકોટ

૪૧ મી. મી.

લોધીકા

પ૮ મી. મી.

વિંછીયા

ર૧ મી. મી.

સુરેન્દ્રનગર

 

ચોટીલા

૯૩ મી. મી.

ચુડા

૧ર મી. મી.

પાટડી

૧ર મી. મી.

ધ્રાંગધ્રા

ર મી. મી.

થાનગઢ

રપ મી. મી.

લખતર

૧ર મી. મી.

લીંબડી

૪ મી. મી.

મુળી

૬૦ મી. મી.

સાયલા

૬૯ મી. મી.

વઢવાણ

૭૬ મી. મી.

મોરબી

 

ટંકારા

૬૮ મી. મી.

માળીયામીંયાણા

૧૭ મી. મી.

મોરબી

૧પ મી. મી.

વાંકાનેર

૩૮ મી. મી.

હળવદ

૩૦ મી. મી.

ભાવનગર

 

મહુવા

૮પ મી. મી.

ઘોઘા

૬૬ મી. મી.

પાલીતાણા

૩૭ મી. મી.

શિહોર

૩૧ મી. મી.

ભાવનગર

૪૪ મી. મી.

ગારીયાધાર

પ૩ મી. મી.

તળાજા

૪૮ મી. મી.

વલ્લભીપુર

૩૯ મી. મી.

ઉમરાળા

૩૮ મી. મી.

જેશર

ર૭ મી. મી.

અમરેલી

 

સાવરકુંડલા

ર૩ મી. મી.

અમરેલી

પ મી. મી.

ખાંભા

૧૬ મી. મી.

જાફરાબાદ

ર૮ મી. મી.

ધારી

૭ મી. મી.

બગસરા

૧૪ મી. મી.

બાબરા

ર૪ મી. મી.

રાજુલા

૧૬ મી. મી.

લાઠી

૧૦ મી. મી.

લીલીયા

૬ મી. મી.

વડીયા

પ૦ મી. મી.

(11:23 am IST)