Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

તાલિબાન અમારી જ પેદાશ : અમે જ મોટા કર્યા : પાકિસ્તાન

આખરે ઇમરાનના પ્રધાનની 'ઓન કેમેરા' કબુલાત : પાકિસ્તાનને તાલિબાન નેતાઓના 'સંરક્ષક' ગણાવ્યા : તાલિબાની ત્રાસવાદીઓને આશ્રય આપ્યા તથા તાલિમ આપ્યાનો કર્યો સ્વીકાર : પાકિસ્તાને જ તાલિબાનને પંપાળીને મોટું કર્યુ : સમગ્ર વિશ્વમાં નાપાક દેશ ઉઘાડો પડી ગયો : આબરૂનું ધોવાણ

ઇસ્લામાબાદ તા. ૨ : અફઘાનિસ્તાન મુદ્દા પર પાકિસ્તાન ભલે દુનિયાની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે પરંતુ હક્કીકત એ છે કે સત્ય બહાર આવીને જ રહે છે. પાકિસ્તાનની ઇમરાન સરકારેગઈકાલે ખુદને તાલિબાન નેતાઓને સંરક્ષક ગણાવ્યું. અને ઓન કેમેરા કબૂલ કર્યું કે ઈસ્લામાબાદેતેમના દેશમાં તાલિબાની આતંકીઓએ શરણ આપી છે અને તાલીમ પણ આપી છે. એક ટીવી શોમાં પાકિસ્તાનના આંતરિક મંત્રી શેખ રાશિદે ખુલ્લી રીતે સ્વીકાર કર્યું કે ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારે તાલિબાન નેતાઓ માટે બધુજ કર્યું છે. ઉલ્લખેનીય છે કે તાલિબાન ૨૦ વર્ષ બાદ અફઘાનિસ્તાનની સત્તામાં પાછું ફર્યું છે.

પાકિસ્તાન મંત્રી રાશિદે હમ ન્યૂઝના કાર્યક્રમમાં કહ્યું કે અમે તાલિબાન નેતાઓના સંરક્ષક છીએ. અમે લાંબા સમય સુધી તેમની દેખભાળ કરી છે. તેને પાકિસ્તાનમાં શરણ, શિક્ષા અને ઘર મળ્યું. અમે તેમના માટે બધુ જ કર્યું છે. ઉલ્લખેનીય છે કે રાશિદનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જયારેપાકિસ્તાનના વિદેશમંત્રીશાહ મહમૂદ કુરેશીએ૨૮ ઓગસ્ટેકહ્યું હતું કે ઇસ્લામાબાદ અફઘાનિસ્તાનને સમર્થન આપવા માટે રચનાત્મક ભૂમિકા નિભાવશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર આરોપ લગાવામાં આવી રહ્યા છે કે તેને અફઘાનિસ્તાનમાં તાલિબાનને ફરી જીવતું કર્યું છે. અને સારી એવી મદદ કરી છે. તાલિબાન અને પાકિસ્તાન સરકાર વચ્ચે જોડાણનું કામ આઈએસઆઈએ કર્યું. તાલિબાન અને પાકિસ્તાનની દોસ્તીના ઘણા પુરાવા સામે આવ્યા છે. જયારેકંધારમાં આઈએસઆઈ ચીફ હમીદ ફેઇએ કંધારમાં તાલિબાની નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ફકત રાજનેતા નહીં પરંતુ પાકિસ્તાનના ખિલાડીઓએપણ તાલિબાનના સમર્થનમા અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ હાલમાં નિવેદન આપ્યું હતું કે તાલિબાન આ વખતે પોઝીટીવ માઈન્ડ સેટનીસાથે આવ્યું છે. તે મહિલાને કામ કરવાની મંજૂરી આપી રહ્યું છે અને ક્રિકેટનું મોટું સમર્થક રહ્યું છે.

(11:06 am IST)