Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મને બચાવી લો સાહેબ, પત્ની મારે છે અને પોલીસમાં ખોટી ફરિયાદો કરે છે

પત્ની અત્યાર સુધી ૧૫થી૨૦ વાર પોલીસમાં ખોટી ફરિયાદ કરી ચૂકી છેઃ પોલીસ દર વખતે એને લઇ જાય છે અને સજા આપી છોડી દે છે : મીડિયા સામે જોઇને યુવક આપવીતી કહેવા લાગ્યો, કહેતાં-કહેતાં રડી પડ્યો

લખનઉ,તા.૨: ઉત્ત્।ર પ્રદેશના લલિલપુર જિલ્લામાંથી પતિ-પત્નીના ઝદ્યડાને લઇને એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્ની વિરુદ્ઘ પોલીસ સમક્ષ મદદ માંગી છે. પતિની ફરિયાદ છે કે એની પત્ની એની સાથે મારઝૂડ કરે છે અને વારંવાર જુઠ્ઠી ફરિયાદો કરી એનું જીવવાનું હરામ કરી નાંખ્યું છે. આ દરમિયાન પોતાની સામે મીડિયાને જોઇને યુવક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

રાજયના લલિલપુરમાં રહેતા યુવક પત્નીથી ત્રાસીને સોમવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જયાં મીડિયા જોઇને પોતાની આપવિતી સંભાળવવા લાગ્યો હતો કે એની પત્ની રોજ એની સાથે કંકાસ કરે છે અને મારે ઝૂડે છે. આ સિવાય અત્યાર સુધી ૧૫થી ૨૦ વાર પોલીસમાં તેની વિરુદ્ઘ ખોટી ફરિયાદ પણ કરી ચૂકી છે.

પોલીસ સમક્ષ મદદ માટે પહોંચેલા યુવકનું કહેવુ હતું કે, એની પત્ની જતે દિવસે એની અને એની માતા સાથે ઝઘડો કરે છે. સોમવાર સવારે એ એની મા સાથે લડી પડી અને પોલીસમાં ખોટી ફરિયાદ કરી દીધી. જે મુદ્દે પોલીસે બંનેને સમજાવીને ઘરે મોકલી દીધા હતા.

યુવકના આરોપ છે કે એની પત્ની અત્યાર સુધી અનેક વાર ખોટી ફરિયાદ કરી ચૂકી છે. જેના લીધે પોલીસ એને પકડીને લઇ જાય છે.

પોલીસ એને માર મારે છે. અહીં સુધી કે યુવક ૩ દિવસથી ભૂખ્યો છે અને એની પાસે પૈસા પણ નથી.

આ કેસમાં પોલીસનું કહેવુ છે કે ફરિયાદ આધારે તપાસ કરવામાં આવશે અને જે સત્ય સામે આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(10:33 am IST)