Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

કેરળમાં કોરોના બેફામ બન્યો : 24 કલાકમાં 173 લોકોના મોત

કેન્દ્ર સરકારે કેરળ સરકારને આંશિક લોકડાઉન કે ક્યાતો સંપૂર્ણ લોકડાઉન કરવાની પણ સલાહ આપી

નવી દિલ્હી : કેરળમાં કોરોના સંક્રમણ અટકાવનું નામજ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં અહીયા 32803 જેટલા કેસ નોંધાયા છે. સાથેજ 173 લોકોના મોત થયા છે. આકડાઓ પરથી  પરિસ્થિતીનો અંદાજ લગાવી શકો છો. અત્યાર સુધીમાં અહિીયા 21 હજાર જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

 કેરળમાં હાલ કુલ 2,29,912 જેટલા એક્ટિવ કેસ છે. જેના કારણે ત્યાર સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાથે કેન્દ્ર સરકાર પણ અહીયાની પરિસ્થિતીને લઈને ઘણી ગંભીર જોવા મળી રહી છે.

કેરળમાં સંક્રમણ કાબૂમાં આવે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પણ ઘણા સલાહ સૂચનો આપવામાં આપવામાં આવ્યા છે. જેમા સૌથી પહેલાતો જે પણ જગ્યાએ વધારે કેસ છે તેવી જગ્યાઓ પર લોકડાઉન કરવા માટે સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કેરળ સરકારને આંશિક લોકડાઉન કે ક્યાતો સંપૂર્ણ લોકડાઉન કરવાની પણ સલાહ આપી છે.

પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જોર્જે રાજ્યમાં સિરોપ્રવલેંસ સ્ટડીની અમુમતી આપી દિધી છે. આ સ્ટડી દ્વારા એ જાણી શકાશે કે કેટલા લોકોના બોડીમાં વાયરસ સામે લડવા એન્ટીબોડી બની ગઈ છે. જેથી આ સ્ટડીથી એ વસ્તુ જાણી શકાશે કે કેટલા લોકોમાં જોખમ વધારે જોવા મળી રહ્યું છે.

(9:37 am IST)