Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

યુપીમાં બાળકના 11 ટુરડા કરીને આપ્યો હત્યાને અંજામ : કપડાને આધારે બાળકની ઓળખ થઇ

બે દિવસ પહેલા ગાયબ થયેલ બાળકના ટુકડાઓ મળતા પરિવારના માથે આભ તૂટી પડ્યું

ઉત્તરપ્રદેશમાં વધી રહેલા હત્યાના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હમીરપુરમાં વધું એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.અહીયા એક 11 વર્ષના બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા તેના 11 ટુકડા કરીને તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

બાળકની લાશ મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોચી હતી. જ્યા તેમણે તપાસ હાથ ધરી હતી. બાળકના પરિવારજનોનું કહેવું છે કે તે 2 દિવસ પહેલા ગાયબ થયો હતો. પરંતુ 2 દિવસ બાદ જ્યારે તેના ટુકડાઓ મળી આવ્યા તો પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું.

 

મૃતક બાળકનું નામ સુબ્બી હોવાનું સામે આવ્યું છે. જે રીતે બાળકની હત્યા થઈ છે તેને લઈને પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. બાળકના પિતા નાની દુકાન ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ આજે તેમના બાળકની હત્યાને લઈને તેઓ ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેમની સ્થિતી થઈ ગઈ છે.

 

બાળકની લાશના ટુકડાઓ હમીરપુરમાં આવેલ કાંશીરામ કોલોની પાસેથી મળી આવ્યા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસે સ્થળ પર જઈને તપાસ આરંભી અને બાળકના કાપડા દ્વારા તેની ઓળખ કરી હતી.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે બાળક જ્યારે ગુમ થયો ત્યારે પોલીસમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. મૃતક બાળકના ભાઈનું કહેવું છે કે તે મજૂરી કરે છે અને પરિવારનો કોઈના સાથે કોઈ દુશ્મની નથી. હાલ તો પોલીસે બાળકના મૃતદેહના ટુકડાઓ પીએમ અર્થે ખસેડ્યા છે. જેને આધારે તેઓ આગળની તપાસ કરશે.

(9:37 am IST)