Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

એકાએક કરોડપતિ બન્યો મુંબઇનો માછીમારઃ ૧.૩૩ કરોડમાં વેચાઇ ગોલ્ડ માછલી

ઘોલ માછલીને ગોલ્ડ ફિશ પણ કહેવામાં આવે છે, ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે : આથી બનતી દવાઓથી અનેક રોગની સારવાર થાય છે

મુંબઇ,તા. ૨: ભગવાન જેને આપે છે તેને ઘણું આપે છે એ કહેવત મુંબઇના એક માછીમાર પર બરાબર બંધબેસે છે. મહારાષ્ટ્રમાં મોનસૂન દરમિયાન જોખમને જોતા છેલ્લા ઘણાં સમયથી માછલી પકડવા ન જઈ શકવાને કારણે ઘરે બેઠેલા ચંદ્રકાન્તને જયારે ફરીથી માછલી પકડવાની તક મળી તો તેણે એવી જાળી ફેંકી કે તેને લોટરી લાગી ગઈ. હકીકતે જાળીમાં એક બે નહીં પણ ૧૫૭ ગોલ્ડ ફિશ આવી ગઈ જેમણે ચંદ્રકાન્તને રાતોરાત કરોડપતિ બનાવી દીધી.

જણાવવાનું કે મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં મોનસૂન દરમિયાનના જોખમને જોતા સમુદ્રમાં માછલી પકડવા જવાની મનાઇ હતી. પ્રતિબંધ હટ્યા પછી ૨૮ ઓગસ્ટની રાતે ચંદ્રકાન્ત તરે પોતાના ૮ સાથીદારો સાથે માછલી પકડવા માટે સમુદ્રમાં ગયા હતા. તે દરમિયાન ચંદ્રકાન્તે ફેંકેલી જાળીમાં એક-બે નહીં, પણ ૧૫૭ ઘોલ માછલી ફસાઇ ગઈ. આ માછલીઓને ચંદ્રકાન્ત તરેએ ૧.૩૩ કરોડમાં વેચી, એટલે કે એક માછલીની કિંમત લગભગ ૮૫ હજાર રૂપિયા મળી. જણાવવાનું કે આ આખા કન્સાઇન્મેન્ટને યૂપી-બિહાર બેઝડ એક ટ્રેડરે ખરીદી. આની નીલામી પાલઘરના મુર્બેમાં કરવામાં આવી, જયાં બધી માછલીઓ ૧.૩૩ કરોડ રૂપિયામાં વેચાઇ.

ઘોલ માછલીને Ghoul Fish પણ કહેવામાં આવે છે, કેમ કે આની કિંમત સોના કરતા ઓછી નથી. આની કિંમત એટલા માટે હોય છે કારણકે તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આથી બનતી દવાઓથી અનેક રોગની સારવાર થાય છે. આ સિવાય આનો ઉપયોગ કોસ્મેટિક બનાવવા માટે પણ કરવામાં આવે છે. આની ડિમાન્ડ હોંગકોંગ, મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોમાં ખૂબ જ વધારે હોય છે. આ માછલીના દરેક ભાગની પોતાની એક અલગ કિંમત હોય છે.

(10:37 am IST)