Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વિશ્વમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધ ઉપર પ્રચંડ આક્રમણ થાય છે : જો બાઇડેન

વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ એસોસિએશન (WHCA) એ યોજેલા ભોજન સમારંભમાં જો બાઇડને ચિંતા વ્યક્ત કરી

અમેરિકાના પ્રમુખ જો બાયડેને યોજાયેલા એક સમારંભ દરમિયાન કહ્યું હતું કે દ્વિતીય વિશ્વ-યુદ્ધે પછી સ્થપાયેલી શાંતિ સ્થિરતા અને સમૃદ્ધ ઉપર પ્રચંડ આક્રમણ થઈ રહ્યા છે. આમ કહેતા વ્હાઈટ હાઉસ સાથે સંકળાયેલા પત્રકારોને તેઓએ કહ્યું હતું કે આપણે તેવા સમયે મળીએ છીએ કે જ્યારે આપણે સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ પરંતુ હું તેનો કટ્ટર સામનો કરી રહ્યો છું. વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ એસોસિએશન (WHCA) એ યોજેલા ભોજન સમારંભમાં તેઓ તેમનું પહેલું જ પ્રવચન આપતા આ પ્રમાણે કહ્યું હતું.

વાસ્તવમાં દર વર્ષે આ ભોજન સમારંભ યોજાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે તે યોજી શકાયો ન હતો.

આ પૂર્વે ડોનાલ્ટ-ટ્રમ્પના કાર્યકાળમાં ભોજન સમારંભ યોજાયો હતો. પરંતુ ટ્રમ્પ તેમાં ઉપસ્થિત રહ્યા ન હતા. આથી ટ્રમ્પ ઉપર પણ મઝાક કરતા બાયડને કહ્યું હતું કે અમેરિકાનું લોકતંત્ર ”રિયાલ્ટી-શૉ” પ્રમાણે ચાલી ન શકે.

આ સમારંભમાં અમેરિકામાં રાજકારણ, ઉચ્ચ નોકરશાહો, કલાકારો, અભિનેતાઓ અને કોર્પોરેટ ક્ષેત્રના કુલ મળી ૨,૫૦૦ જેટલા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

(12:19 am IST)