Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બોફોર્સમાં ૧૨ વર્ષ બાદ સુપ્રીમમાં અરજી કરાઈ

સીબીઆઈ દ્વારા સુપ્રીમમાં અરજી

નવી દિલ્હી,તા. ૨, બોફોર્સ તોપ સોદાબાજી મામલામાં ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ નવો વળાંક આવ્યો છે. એટર્ની જનરલના સૂચનની સામે જઇને કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ આરોપીઓની સામે આરોપો ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી છે. ૬૪ કરોડ રૃપિયાનો આ મામલો રાજકીય દ્રષ્ટિથી ખુબ જ સંવેદનશીલ છે. સીબીઆઈએ આજે હાઈકોર્ટના ૩૧મી મે ૨૦૦૫ના ચુકાદા સામે અરજી કરી હતી.

(10:17 pm IST)