Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બજાર કડડભુસ એકાએક કેમ

બજેટમાં લેવાયેલા પગલા, ઇન્ટરનેશનલ દબાણ

        મુંબઈ, તા. ૨ : શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને લઇને બજારમાં ખુશી જોવા મળી રહી નથી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ આજે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં એકાએક તીવ્ર કડાકો કેમ બોલી ગયો તેને લઇને આજે ચર્ચા રહી હતી. કડાકા માટેનું મુખ્ય કારણ નીચે મુજબ છે.

*    બજેટમાં અરુણ જેટલી દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. ઇક્વિટી ઉપર આની શરૂઆત થઇ છે. ઉપરાંત ઘણા વર્ગોમાં સિક્યુરિટી ટ્રાન્ઝિક્શન ટેક્સ (એસટીટી) જાળવી રખાતા પ્રશ્નો ઉભા થયા છે

*    વર્ષ ૨૦૧૮ માટે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ બજેટમાં જીડીપીના ૩.૫ ટકા સુધી કરી દેવાતા તેની અસર દેખાઈ છે. અગાઉ ૩.૨ ટકાથી વધારીને તેને ૩.૫ ટકા કરાયો છે જેથી કારોબારીઓ હચમચી ઉઠ્યા છે

*    ખરીફ અથવા તો ઉનાળા પાક માટે ઊંચા એમએસપીની સરકારની હિલચાલ તથા ગ્રામીણ વપરાશને લઇને વધુ બજેટથી મોંઘવારી વધવાની વાત કરવામાં આવી રહી છે

*    ટેક્સના મોરચે બજેટમાં કોઇ નક્કર જાહેરાત ન થતાં દુવિધાભરી સ્થિતિ સર્જાઈ ગઈ છે

*    એશિયન બજારમાં તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું છે. જાપાની નિક્કીમાં ૧.૩ ટકાનો કડાકો બોલાયો છે. સ્થાનિક કરન્સીમાં કડાકો અને અન્ય પગલાની સીધી અસર બજાર પર જોવા મળી છે

*    ફ્લેગશીપ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ માટે ફાળવણીને લઇને દુવિધા પણ રહેલી છે. તેની સીધી અસર જોવા મળી છે

 

(8:17 pm IST)