Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

VHP ભગવાન રામ મંદિરની કહાની ઘરે ઘરે પહોંચાડશે, હરિયાણાથી પ્રારંભ

રેવાડી તા. ૨ : રામ મંદિર મામલે હજુ સુપ્રીમ કોર્ટમાંથી આખરી ચુકાદો આવ્યો નથી. પરંતુ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠનોએ રામ મંદિરના ઈતિહાસને લગતી કહાણી ઘેર ઘેર પહોંચાડવાના અભિયાનનો આરંભ કર્યો છે, આ માટે વિશ્વ હિંદુ પરિષદની ટીમે હરિયાણાથી આરંભ કર્યો છે.

આ અંગે વરિષ્ઠ પદાધિકારીઓએ તેમનુ લક્ષ્ય સ્પષ્ટ કરી દીધું છે. જેમાં પહેલું લક્ષ્ય રામ મંદિરના ઈતિહાસની કહાણીને ઘેર ઘેર પહોંચાડવાનું છે. જયારે બીજું લક્ષ્યાંક તેઓ આ દરમિયાન દેશમાં કોઈપણ જગ્યાએ અશંાતિ ઊભી થવા નહિ દેવાનું રાખ્યું છે. વિહિપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાય અને ક્ષેત્રિય સંગઠનના પ્રધાન કરુણા પ્રકાશના માર્ગદર્શન હેઠળ પ્રાંતીય અધ્યક્ષ રમેશ ગુપ્તા અને તેમની ટીમે આ લક્ષ્યાંક નકકી કર્યુ છે.

રામ મંદિર અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં હરિયાણાના તમામ જિલ્લામાં આવા કાર્યકમનું આયોજન કરવામાં આવશે. દરેક લોકોને રામ મંદિર અંગે સાચી માહિતી મળી શકે તે હેતુથી આવો કાર્યકમ યોજવામા આવશે. આ માટે સંકલ્પ અને મહાઆરતી જેવા કાર્યકમ યોજાશે.

આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ પંચકુલામા યોજાયેલા એક સમારોહમાં ઈદં રાષ્ટ્રીય નામની લઘુ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. ૨૯ જાન્યુઆરીએ આ કાર્યકમમાં વિહિપના પ્રાદેશિક સંગઠન પ્રધાન કરુણા પ્રકાશ, પ્રાંતીય સંગઠન પ્રધાન વિવેકાનંદ, પ્રાંત પ્રધાન પ્રઘુમન સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડો. વિકાસ દવેએ પુસ્તિકામાં સામેલ કરેલાં કારણોને તેમના દૃષ્ટિકોણથી મજબૂત ગણાવ્યાં હતાં.

(4:15 pm IST)